Abtak Media Google News

મોંઘાદાટ બ્રાન્ડેડ કપડાનું પાણીના ભાવે વેંચાણ તેવી જાહેરાત આપી લોકોને ગુજરી બજારી પણ બદતર કપડા ધાબડી દેવાતા હોવાની બેફામ ફરિયાદો ઉઠી: જીએસટી વાળુ બીલ આપવાને બદલે કાગળની ચબરખી પકડાવી ટેકસ ચોરીનું પણ કારસ્તાન: તમામ સરકારી વિભાગો મીયાની મીંદડી

શર્હેરના કાલાવાડ રોડ પર કે.કે.વી.ચોકમાં આવેલા કે.કે.વી.હોલમાં છાશવારે અલગ અલગ ચીજવસ્તુઓના સેલ ભરાય છે. આજી અહીં બ્રાન્ડેડ કપડાનો પાંચ દિવસના સેલનો પ્રારંભ થયો છે. ઓનલી બ્રાન્ડેડ ગારર્મેટ સેલના નામે શહેરીજનો સાથે ખુલ્લેઆમ છેતરપિંડી કરવામાં આવતી હોવાનું કારસ્તાન આજે પકડાયું છે. ‘અબતક’ દ્વારા કરવામાં આવેલા રિપોર્ટીંગ દરમિયાન એવો ઘટસ્ફોટ થયો છે કે મોંઘાદાટ બ્રાન્ડેડ કપડાનું પાણીના ભાવે વેંચાણ એવી લોભામણી જાહેરાત આપી લોકોને ગુજરી બજારી પણ ગાભા જેવા બદતર કપડા ધાબડી દેવામાં આવતું હોવાની ફરિયાદ લોકોમાંથી ઉઠી છે. આટલું જ નહીં જીએસટીવાળુ પાકુ બીલ આપવાના બદલે ગ્રાહકને કાગળની ચબરખી પકડાવી લાખો રૂપિયાની ટેકસ ચોરી કરવામાં આવતી હોવાનું કારસ્તાન પણ ખુલ્લુ પડયું છે. તમામ સરકારી વિભાગો જાણે સેલ સંચાલકો સામે મીયાની મીંદડી બની ગયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

Vlcsnap 2019 09 14 12H25M44S617

આજી કાલાવાડ રોડ પર કે.કે.વી. હોલ ખાતે પાંચ દિવસ માટે  ઓનલી બ્રાન્ડેડ ગાર્મેન્ટ સેલનો આરંભ યો છે. જેમાં એવી મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે કે, બેંગ્લોરની એક કંપનીનો મોટો શો-રૂમ સો કરેલી ડિલરશીપ રદ્દ થતાં બ્રાન્ડેડ કપડા જે બજારમાં ૫૦૦૦ રૂપિયા સુધીના ભાવે વેંચાય છે તે આ સેલમાં માત્ર ૪૦૦ થી લઈ ૮૦૦ રૂપિયા સુધીમાં વેંચાણ કરવામાં આવશે. આટલું જ નહીં અલગ અલગ પ્રકારની વેરાયટીના કપડા તો સાવ ૧૫૦થી લઈ ૫૦૦ રૂપિયા સુધી વેંચવામાં આવશે. સેલમાં આવતા લોકો માટે વાહન પાર્કિંગની સુવિધા પણ ફ્રીમાં રાખવામાં આવી છે. આવી લોભામણી જાહેરાત વાંચી જ્યારે શહેરીજનો કે.કે.વી.હોલમાં બ્રાન્ડેડ કપડા પાણીના ભાવે મળશે તેવી આશા રાખી ખરીદી માટે ગયા ત્યારે અહીંની વાસ્તવિકતા કંઈક અલગ જ હતી. સેલમાં એકપણ કપડુ બ્રાન્ડેડ હતું નહીં. બહાર રેકડીમાં કે ગુજરી બજારમાં મળે તેથી પણ હલકી ગુણવતાના કપડા સેલમાં વેંચાતા હતા. જેનું એક વખત ધોવાણ કરવામાં આવે તો કહેવાતા બ્રાન્ડેડ કપડાની દશા પોતાથી પણ ખરાબ થઈ જાય. વાહન પાર્કિંગની સુવિધા નિ:શુલ્ક રહેશે તેવી જાહેરાત ચોકકસ કરવામાં આવી હતી પરંતુ થોડા વાહનો હોલના પાર્કિંગમાં રખાયા બાદ લોકોને ફરજીયાત બહાર રોડ પર વાહન પાર્કિંગ માટે ફરજ પાડવામાં આવતી હતી જેથી લોકોના વાહનો ટોઈંગ થઈ ગયા હોવાની પણ ફરિયાદો ઉઠી હતી.

Vlcsnap 2019 09 14 12H25M54S443

વાસ્તવમાં કોઈ બ્રાન્ડેડ કંપની પોતાનો સેલ રાખે તો તે ગ્રાહકોને જીએસટી નંબરવાળુ પાકકુ બીલ આપતી હોય છે પરંતુ કે.કે.વી.હોલમાં આજી શરૂ યેલા ઓનલી બ્રાન્ડેડ ગાર્મેન્ટ સેલમાં ટેકસ ચોરીનું પણ મસમોટુ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની ઘટના પ્રકાણમાં આવી હતી. કારણ કે સેલમાંથી કપડાની ખરીદી કરનાર કોઈ ગ્રાહકને પાકુ જીએસટીવાળુ બીલ આપવામાં આવતું ન હતું. માત્ર કાગળની ચબરખી પકડાવી દેવામાં આવતી હતી. જો ગ્રાહક આ કપડા એકસચેન્જ કરવા જાય તો પણ તેની સાથે માથાકૂટ કરવામાં આવતી હતી. ટૂંકમાં આ કહેવાતા બ્રાન્ડેડ કપડાનો સેલ રાજકોટવાસીઓ માટે છેતરપિંડીના સેલી વિશેષ કશુ જ ન હતું. મોટાભાગના નિયમોનો ખુલ્લેઆમ ઉલાળીયો કરવામાં આવતો હતો. છતાં તમામ સરકારી તંત્ર સેલ સંચાલકો સામે મીયાની મીંદડી બની ગયા છે. આ સેલ પાંચ દિવસ સુધી ચાલવાનો છે. આજે પ્રથમ દિવસ છે જો એકપણ સરકારી વિભાગ જાગશે નહીં તો પાંચ દિવસમાં હજ્જારો રાજકોટવાસીઓ છેતરપિંડીનો ભોગ બનશે. સાથો સાથ સરકારને પણ ટેકસની કરોડો રૂપિયાનો ચુનો લાગશે તે બોનસમાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.