મહિલા બૂટલેગર કોરોનાગ્રસ્ત જાહેર થતા કીટીપરાને ક્ધટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયું

કીટીપરા વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ કરતી હસુબેન મુન્નાભાઇ રાઠોડ નામની મહિલા બુટલેગરની પ્ર.નગર પોલીસે રૂ.૨૮૦૦ની કિંમતના દેશી દારૂ‚ સાથે ધરપકડ પૂર્વે કરાયેલા કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા પોલીસમાં દોડધામ મચી ગઇ છે.  મહિલા બુટલેગર પાસેથી દારૂ‚ કોણે ખરીદ કર્યો તેઓને કોરોના પોઝિટીવ હોવાની શંકા સાથે પોલીસે તપાસ હાથ ધરવાની સાથે સાથે કીટીપરાને ક્ધટેઇનમેન્ટ ઝોન જાહેર કરી એસીપી પ્રમોદ દિયોરા, પી.આઇ. વી. એસ. વણઝારાએ કોર્પોરેશનના એન્જિનીયર અને વોર્ડ ઓફિસર સહિતના સ્ટાફને સાથે કીટીપરામાં પતરાની ફેન્સીગ કરવાની અને સીસીટીવી કેમેરા લગાવી સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. કીટીપરાના રહીશોને પ્રાથમિક જ‚રીયાત પુરી પાડવા સહિતની કામગીરી હાથ ધરી છે.

Loading...