Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા અને રાજય સરકારના પ્રવાસન વિભાગનું સંયુકત આયોજન

રાજય સરકાર દ્વારા મકરસક્રાંતી પૂર્વે રાજયના અલગ-અલગ શહેરોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. શહેરમાં રેસકોર્સમાં ફનવર્લ્ડની બાજુમાં આવેલા ગ્રાઉન્ડ ખાતે આગામી બુધવારે મહાપાલિકા અને પ્રવાસન વિભાગ દ્વારા પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૫થી વધુ વિદેશી પતંગવીરો આવશે.  આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત વર્ષથી મહાપાલિકા અને પ્રવાસન વિભાગના સંયુકત ઉપક્રમે શહેરના મધ્યમાં આવેલા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પતંગ મહોત્સવ યોજવામાં આવે છે. આગામી ૯ જાન્યુઆરીના રોજ રેસકોર્સ સંકુલમાં ફનવર્લ્ડની બાજુમાં આવેલા મેદાન ખાતે સવારે ૯ થી બપોરના ૪ વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ-અલગ ૧૫ જેટલા દેશોના પતંગવીરો ભાગ લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.