Abtak Media Google News

એક હાથ ન હોવા છતાં ડ્રમ, ઢોલ, તબલા વગાડવામાં માહેર ઇન્ટરનેશનલ કાર્યક્રમો આપનાર સૌરભ ગઢવી

કુદરત જેને કંઇક ખુટતું આપે છે પરંતુ તેમના મનોબળ હોય તો તે જરૂરથી આગળ વધી શકે છે અને સફળતા પણ મેળવી શકે છે. વ્યકિતમાં રહેલ હુન્નરને શારીરિક કે અન્ય કોઇ અવરોધ રોકી શકતા નથી. કુદરતે દરેક વ્યકિતને કોઇને કોઇ બક્ષીસ આપી હોય છે.

આવો જ એક સંગીતપ્રેમી પરિવારમાં જન્મેલા સૌરભ દિનેશભાઇ ગઢવી નામનો દિવ્યાંગ યુવાન છે. સૌરભને જન્મની કેલ્શીયમની ખામીને લીધે ડાબા હાથની કોણી સુધીનો જ હાજ છે. પરંતુ આ ખોડખાંપણમાં પણ તે ગર્વ અનુભવે છે.

સૌરભભાઇ યુવાન જયારે પાંચ વર્ષના હતાં ત્યારથી તે પોતાના પિતા પાસેથી  ઢોલ, તબલા વગેરે વાજીંત્રો સાંભળતા શીખતા અને તેનું જ્ઞાન મેળવતા હતા. આ બધા વાજીંત્રોમાં હાથની આંગળીઓનું કામ મુખ્ય છે. જેથી આ વાજીંત્રો વગાડવા સૌરભ માટે ખુબ મુશ્કેલ હતા. ત્યારબાદ સૌરભએ દિવ્યાંગ યુવાને એક હાથે લાકડી બાંધીને ડ્રમ વગાડવાનું શરૂ કર્યુ અને ધીમે ધીમે આ પ્રયાસ સફળ થયો ત્યારબાદ ડ્રમ શીખવાનું શરૂ કયુ અને આજે તેમણે સફળતા પણ મેળવી છે. આજે સૌરભની ચર્ચા બોલીવુડમાં પણ થઇ રહી છે. હાલ કોરોના જેવી મહામારી ચાલુ રહી છે. ત્યારે બધા જ ઘરમાં રહીને પોતાની કલા સોશ્યિલ મીડીયા દ્વારા લોકો સુધી પહોચાડી રહ્યા છે. ત્યારે સૌરભ તબલા વગાડતો વીડીયો બોલીવુડ ગાયક સોનુ નિગમે પોતાની સોશ્યિલ સાઇટ પર શેર કર્યો છે. તેમ જે પોસ્ટ લખી હતી.

અબતક મીડિયાના ફેસબૂક પેજ ઉપર સૌરભ ગઢવીના લાઇવ પરર્ફોમેન્સને માણતા ૪૦ હજારથી વધુ લોકો

Vlcsnap 2020 05 08 11H38M48S774

સૌરભ ગઢવી એ અબતક મીડીયાની મુલાકાત કરી અને સાથે ફેસબુક લાઇવ દ્વારા પોતાની કલાથી હજારો લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા અબતકના ફેસબુક લાઇવમાં સૌરવને ૪૦ હજારથી વધુ લોકો એ પ્રેમ આપ્યો હતો. સૌરભ ગઢવીએ અત્યાર સુધીમાં ઘણા બધા પ્રોગ્રામ કરવા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.