Abtak Media Google News

વડાપ્રધાન દ્વારા કેશોદ એરપોર્ટ  શરૂ કરવા નિર્ણય નહિ લેવાય તો સામાજીક સંસ્થાઓ દ્વારા આંદોલનની ચીમકી

કેશોદ શહેરમાં નવાબી કાળમાં એરપોર્ટ આવેલું છે. ઇતિહાસમાં પણ ઉલ્લેખ છે કે જુનાગઢનો નવાબ પાકિસ્તાન કેશોદ એરપોર્ટથી પરિવાર સહીત રવાના થયો હતો આઝાદી પછી કેશોદથી મુંબઇ, કેશોદથી પોરબંદરની ઇન્ડિયન એરલાઇન્સની નિયમીત ફલાઇટ આવ-જા કરતી હતી.

છેલ્લા અઢારેક વર્ષોથી ટ્રાફીક ન મળતો હોવાના બહાના હેઠળ એરપોર્ટ બંધ હાલતમાં જ છે. માત્ર વીવીઆઇપી રાજનેતાઓ ના પ્રવાસ દરમિયાન કેશોદ એરપોર્ટ નો ઉપયોગ કરવામાં આવે છે. કેશોદ એરપોર્ટમાં નિયમીત સ્ટાફ તથા જાળવણી માટે લાખો રૂપિયા સરકાર દ્વારા ખર્ચવામાં આવે છે.

દોઢેક વર્ષ પહેલા કેશોદ ઉપરાંત અન્ય સોરઠના શહેરોમાં એરપોર્ટ ઓથોરીટી દ્વારા સામાજીક સંસ્થાઓ, વિવિધ વેપારી સંગઠન, ટ્રાવેલ એજન્સી સાથે મીટીંગ કરેલી અને અન્ય સંપર્કમાં આવતા શહેરમાં બેઠકો કરી વિશાળ ઉડાણપૂર્વક સરવે કરેલ છે. સોરઠની વિવિધ સંસ્થાઓ દ્વારા અને પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા લેખીતમાં કેશોદ એરપોર્ટ શરુ કરવા માટે માગણી કરી હતી અને દરેક પ્રકારના સહકાર આપવા ખાત્રી આપી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા પણ હકારાત્મક અભિગમ અપનાવી કેશોદ એરપોર્ટ શરુ કરવા માટે માગણી કરી હતી  અને દરેક પ્રકારના સહકાર આપવા ખાત્રી આપી હતી. કેન્દ્ર સરકાર દ્વારા પણ હકારાત્મક અભિગમ અપનાવી કેશોદ એરપોર્ટ શરુ કરવા તૈયારી દર્શાવી હતી

. દોઢેક વર્ષ  જેવો સમય વીતી જવા છતાં આજદિન સુધી કેશોદ એરપોર્ટ ખાતે નિયમીત વિમાની સેવા શરુ થઇ નથી. કેશોદ એરપોર્ટ શરુ થાય તો સાસણ ગીર, જુનાગઢ ગીરનાર, સોમનાથ મહાદેવ મંદીર ને કારણે પ્રવાસીઓ ઉપરાંત ઉઘોગો હીરા ઉઘોગના વેપારીઓ અધિકારીઓ માટે સુવિધા ઉપલબ્ધ થશે અને પ્રવાસન ક્ષેત્રના વિકાસ થાય એમ છે.

સોરઠના પ્રવાસે ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે કેશોદ એરપોર્ટ શરુ થાય એવો આશાવાદ ઉભો થયો છે વડાપ્રધાન દ્વારા કેશોદ એરપોર્ટ શરુ કરવા નિર્ણય લેવામાં આવશે નહી તો સામાજીક વેપારી સંસ્થાઓ  દ્વારા આંદોલન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.