જેઇઇ એડવાન્સમાં કિષ્ના ઇન્ટર નેશનલ સ્કૂલનો તારલો ઝળહળ્યો

માર્ગવ સવસાની ઓલ ઇન્ડિયા રેન્ક ૧૩૮ સાથે રાજકોટમાં પ્રથમ ક્રમાંકે

જીઇઇ એડવાન્સમાં ૨૦૨૦ રિજલ્ટમાં ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના માર્ગવ સવસાની ઓઇ ઇન્ડિયા રેન્ક ૧૩૮ સાથે રાજકોટ સીબીએસઇ સ્ટુડન્ટ્સમાં પ્રથમ નંબર પર આવેલ છે. તેમજ યતિન્દ્ર ઇંદોરિયા ઓલ ઇનિડયા રેન્ક ૪૨૯, દષ કોચર ઓઇ ઇન્ડિયા રેન્ક ૧૯૦૩, મિતિકા ભાડદા ઓલ ઇન્ડિયા રેન્ક ૨૩૭૦, કપુરિયા મોહિલ ઓલ ઇન્ડિયા રેન્ક ૪૧૦૭, આર્ય બાવીશી ઓલ ઇન્ડિયા રેન્ક ૫૧૦૮, પ્રયાગ દેસાઇ ઓઇ ઇન્ડિયા રેન્ક ૫૮૨૯, હેતવી પટેલ ઓઇ ઇન્ડિયા રેન્ક ૬૬૦૫, ધ્યેય રાજ્યુગુરુ ઓઇ ઇન્ડિયા રેન્ક ૧૦૦૦૯ સાથે સફળતા પ્રાપ્ત કરી શાળા અને પરિવારનું ગૌરવ વધારેલ છે. આ બધા સ્ટુડન્ટ્સ ઇન્ડિયાની ટોપ કોલેજ આઇઆઇટીમાં એડ્મિશન માટે કવોલિફાઇડ થયેલ છે.

આ તબકકે શાળાના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ગજેરા અને તૃપ્તિબેન ગજેરા તેમજ સમગ્ર શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને શુભેચ્છા પાઠવે છે કે તેઓ પોતાના સ્વપ્ને સાકર કરી ઉચ્ચતમ કારર્કિદીનું નિર્માણ કરે.

Loading...