Abtak Media Google News

જાહેર સભામાં ભાજપના શાસકોની જોરદાર ઝાટકણી કાઢતા શહેનાઝ બાબી: પ્રચંડ જન સમર્થન

રાજુલા વિધાનસભાની ચૂંટણીનો જંગ જામતો જાય છે. તેમાં આજરોજ અંબરીશભાઈ ડેરના કે જે કોંગ્રેસના ઉમેદવાર છે તેના પ્રચાર અર્થે વિશ્ર્વના ખ્યાતનામ કલાકારો એવા કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર તથા વિવિધ કલાકારો દ્વારા આજરોજ વિવિધ ગામોમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરવામાં આવેલ છે.

અને આ ચૂંટણી પ્રચાર દરમ્યાન ઠેર ઠેર લોકોને અંબરીશભાઈ સમર્થન મળી રહેલ છે. આવા જોરદાર સમર્થનથી ભાજપ છાવણીમાં સોપો પડી ગયેલ છે. ચાંચબંદર, ખેરા, પટવા, સમઢીયાળા, બર્બટાણા, મોટીખેરાળી, ખારી, છાપરી, ડોળીયા, બાલાપર, મસુન્ડરા, તેમજ ડુંગરમાં એક જંગી જાહેર સભા પણ યોજવામાં આવેલ હતી.

આ જંગી જાહેર સભા પણ યોજવામાં આવેલ હતી. આ જંગી જાહેરસભામાં કોંગ્રેસના અગ્રણી એવા શહેનાઝબેન બાબી, કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર દ્વારા આ સભાને ગજવી હતી અને સોરઠના સિંહની જેમ શહેનાબેન બાબી દ્વારા ભાજપના શાસકોની જોરદાર જાટકણી કાઢી હતી અને પોતાની આગવી શૈલીમાં તેજાબી વકતવ્ય આપેલ હતુ. તથા કિર્તીદાન ગઢવી દ્વારા પણ સા‚ વકતવ્ય આપેલ હતુ.

ડુંગર ગામે યોજાયેલ સભામાં બાબુભાઈ રામ, બાબુભાઈ જાલંધરા, દિપકભાઈ ત્રિવેદી, જીકારભાઈ વાઘ, એહમદભાઈઅલારખભાઈ, હાદાભાઈ બાલુભાઈ, ભીખાભાઈ માધાભાઈ, રફીકભાઈ આઈવાવાળા, બબાભાઈ મથૂરભાઈ વાણીયા તથા વિવિધ જ્ઞાતિનાં આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા. ડુંગરની જાહેરસભામાં ૧૫૦૦ થી ૨૦૦૦ લોકો ઉપસ્થિત રહેર હતા અને અંબરીશભાઈ ડેરને જોરદાર સમર્થન પ્રાપ્ત થયેલ છે. આ સભામાં બાબુભાઈ રામ દ્વારા પોતાની આગવી શૈલરીમાં હાલના ધારાસભ્યની ૨૦ વર્ષના કામની જાટકણી કાઢેલ હતી. તથા માયાભાઈ દ્વારા ખૂબજ રમૂજી શૈલીમાં લોકોને કોંગ્રેસ તરફ આકર્ષિત કરેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.