ચેન્નઈની દિલ્હી સામે કિંગ્સ સાઈઝ જીત

રૈનાની અર્ધ સદી, તાહિર-જાડેજાનો તરખાટ

સુરેશ રૈનાની અર્ધ સદી પછી ઈમરાન તાહીર અને રવિન્દ્ર જાડેજાનું ચુસ્ત બોલીંગની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી સામે કિંગ્સ સાઈઝ જીત મેળવી હતી. દિલ્હી કેપીટલ સામે ચેન્નઈ સુપર કિંગ્સે ૮૦ રને ભવ્ય વિજય મેળવ્યો હતો. ચેન્નઈએ ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ૧૭૯ રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ ૧૬.૨ ઓવરમાં ૯૯ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. તાહિરે શાનદાર બોલીંગ કરતા ૧૨ બોલમાં ૪ વિકેટ ઝડપી હતી.

પૃથ્વી શો ચાર રને આઉટ થયો હતો. શિખર ધવન ૧૯ રન બનાવી હરભજનસિંહની ઓવરમાં બોલ્ડ થયો હતો. રિષભ પંત ૫ અને ઈંગરામ ૧ રને આઉટ થતા દિલ્હીએ ૬૬ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. અક્ષર પટેલ ૯ અને લુધરપોર્ડ ૨ રન બનાવી તાહિરની એક જ ઓવરમાં આઉટ થયા હતા. દિલ્હીએ ૬૩ રનમાં ૬ વિકેટ ગુમાવતા સંકટમાં મુકાયું હતું અને પરાજય નિશ્ર્ચિત બન્યો હતો.

આ પહેલા ચેન્નઈ તરફથી વોટસન ખાતુ ખોલ્યા વિના આઉટ થયો હતો. રૈના અને પ્લેસીસે બાજી સંભાળતા બીજી વિકેટે ૮૩ રનની ભાગીદારી નોંધાવી હતી. આ જોડીને તોડવા અક્ષર પટેલ સફળ રહ્યો હતો અને તેની પ્લેસીસને ૩૯ રને આઉટ કયો હતો. રૈનાએ એક છેડો સંભાળતા ૩૭ બોલમાં ૮ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૫૯ રન બનાવ્યા હતા તે સુચીથનો શિકાર બન્યો હતો. ત્યારબાદ જાડેજાએ ૧૦ બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૨૫ રન બનાવી આઉટ થયો હતો. ધોનીએ ૨૨ બોલમાં ૪ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૪૪ રન બનાવી અણનમ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ચેન્નઈએ દિલ્હી સામે કિંગ્સ સાઈઝ જીત મેળવી હતી. ચેન્નઈ સુપર કિંગ્સની જીત સાથે પોઈન્ટ ટેબલ પર પ્રથમ સ્થાન નિશ્ચિત કર્યું છે. રવિન્દ્ર જાડેજા અને ઈમરાન તાહિરની ચુસ્ત બોલીંગના સહારે અને સુરેશ રૈનાની અર્ધ સદી અને ધોનીના લાજબવાબ ૪૪ રનના સહારે ચેન્નઈ સુપર કિંગ્સે ભવ્ય જીત મેળવી હતી.

Loading...