Abtak Media Google News

રવિવારે “ડબ્બલ-ટાઈ-“ડબ્બલ સુપર” ઓવરએ કમાલ કરી!

આઈપીએલ ઈતિહાસમાં પ્રથમ વખત બે સુપર ઓવર રમાઈ

આઈપીએલની ૧૩મી સિઝનની ૩૬મી મેચ કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી જેમાં આઈપીએલના ઈતિહાસમાં સૌપ્રથમ વખત બે સુપર ઓવર રમાઈ હોવાનું સામે આવ્યું હતું. અંતે બંને સુપર ઓવર બાદ કિંગ્સ ઈલેવન પંજાબે મુંબઈ ઈન્ડિયન્સને હરાવી નંબર વનની રેસમાંથી મુંબઈને રોકયું હતું. પોઈન્ટ ટેબલ પર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો મુંબઈ ઈન્ડિયન્સે ૯ મેચ રમી ૬માં જીત અને ૩ મેચમાં હાર મેળવી ૧૨ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે જોવા મળ્યું છે. સુપર ઓવર અંગે જો વાત કરવામાં આવે તો પ્રથમ સુપર ઓવર પણ ટાઈ થઈ હતી. જયારે બીજી સુપર ઓવરમાં પંજાબ તરફથી ક્રિસ જોડને બોલિંગ કરતા મુંબઈએ ૧૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને પંજાબે માત્ર ૪ બોલમાં જ ચેઈઝ કર્યો હતો.

પહેલી સુપર ઓવરમાં પંજાબે ૫ રન બનાવ્યા હતા જેના જવાબમાં મુંબઈ પણ ૫ રન જ કરી શકયું હતું. મુંબઈ માટે જસપ્રીત બુમરાહ અને પંજાબ માટે મોહમ્મદ સમીએ સુપર ઓવર નાખી હતી જેના નિયમો મુજબ પ્રથમ સુપર ઓવરમાં બેટીંગ અને બોલીંગ કરનાર ખેલાડીઓ બીજી સુપર ઓવરમાં માત્ર ફિલ્ડીંગ જ ભરી શકે છે જેથી આ કારણોને ધ્યાને લઈ અલગ-અલગ ખેલાડીઓએ બેટીંગ તથા બોલીંગ કરી હતી. ૧૩મી આઈપીએલ સીઝન અંગે જો વાત કરવામાં આવે તો મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે રહેવા માટે અનેકવિધ પ્રકારે મહેનત કરી રહ્યું છે અને આ વખતની સીઝનમાં જો કોઈ પરફેકટ ઈલેવન હોય તો તે મુંબઈ ઇન્ડિયન્સ છે જેથી લીગ મેચમાં આઈપીએલની મ્હાત આપી પ્લે ઓફમાં પહોંચવા માટેની આશા સેવી હતી પરંતુ ડબ્બલ સુપર ઓવર થતા અને પંજાબનો વિજય થતા મુંબઈ ઈન્ડિયન્સને નંબર વનની રેસમાં રોકવામાં આવ્યું છે. રવિવારે યોજાયેલા મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે ડબ્બલ ટાઈ થતા મેચ સુપર ઓવરમાં રૂપાંતરિત થયો હતો જેના અંતે નસીબના જોરે પંજાબે મુંબઈને મ્હાત આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.