Abtak Media Google News

સુપ્રસિઘ્ધ સિંગરની ટીમ અને અદ્યતન સાઉન્ડ સિસ્ટમનાં સથવારે પારિવારિક વાતાવરણમાં બહેનો ગરબે રમશે: સમગ્ર આયોજન સાથે આયોજકો અબતકનાં આંગણે

દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડલધામ નવરાત્રિ મહોત્સવ સાઉથ ઝોન દ્વારા સર્વ જ્ઞાતિની બહેનો માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. વિશાળ ગ્રાઉન્ડમાં પારિવારિક માહોલમાં ફકત બહેનો માટે રાજકોટ શહેરનાં સાઉથ ઝોન શેઠ હાઈસ્કુલનાં મેદાનમાં ભવ્ય આયોજન કરાયું છે. નવરાત્રિ મહોત્સવમાં ૧૫૦૦૦૦ વોલ્ટની અતિ આધુનિક સાઉન્ડ સિસ્ટમ રાખવામાં આવી છે.

ખોડલધામ નવરાત્રિ મહોત્સવ સાઉથ ઝોન દ્વારા પી એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કુલ, ૮૦ ફુટ રોડ, ભકિતનગર સર્કલ પાસે ૨૭ થી ૭ ઓકટોબર સુધી રાત્રિનાં ૮:૩૦ થી ૧૨ વાગ્યા સુધી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાઉથ ઝોન આયોજિત ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં સીંગર તરીકે વિશાલ વરૂ, બસીર પાલેજા, મનિષા પ્રજાપતિ અને રિધમ એરેન્જ તરીકે રવિ સાનીયા જયારે રીંકલ પટેલ પણ જોડાશે. રાસ ગરબાનું લાઈવ ટેલિકાસ્ટ મેદાન પર નિહાળી શકાય તે માટે એલઈડી સ્ક્રીનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એક સાથે ૩ હજાર જેટલી મહિલાઓ પારિવારિક માહોલમાં ગરબે રમી શકે તેવી સુંદર વ્યવસ્થા કરાયેલી છે. મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને મહિલા સ્વયંસેવકો અને સિકયુરીટીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. નવરાત્રી મહોત્સવનાં ગ્રાઉન્ડમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. વિશાળ પાર્કિંગ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

ખોડલધામ નવરાત્રિ મહોત્સવ સાઉથ ઝોન દ્વારા સર્વ સમાજનાં બહેનો માટેનું સંપૂર્ણ ધાર્મિક અને સામાજીક વાતાવરણ વચ્ચે આ આયોજન કરાયું છે. નવે નવ દિવસ ખેલૈયામાંથી પ્રિન્સેસને ઈનામ પણ આપવામાં આવશે. આ તકે કેતનભાઈ પટેલ, વલ્લભભાઈ પરસાણા, સુધીરભાઈ પટેલ, ચંદુભાઈ ઘેલાણી, શૈલેષ હાપલીયા, હિમાંશુ આસોદરીયા, ધર્મેશ ગઢીયા, ગીરીશ સતાસીયા, નિતીનભાઈએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

મહત્વનું છે કે ખોડલધામ નવરાત્રિ મહોત્સવ સાઉથ ઝોન દ્વારા હાલ નવરાત્રિનાં આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખોડલધામ સાઉથ ઝોન નવરાત્રિ મહોત્સવનાં પાસ મેળવવા માટે સાઉથ ઝોન કાર્યાલય, એકોર્ડ મોલની બાજુમાં, દેવપરા શાકમાર્કેટ સામે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે સુધીરભાઈ ઠુંમર મો.નં.૯૮૨૪૨ ૪૧૭૮૭માં સંપર્ક કરવા અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.