Abtak Media Google News

ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં ખોડલધામ વેસ્ટ ઝોનનું નામ દર્જ કરશે

લેઉવા પટેલ સમાજના આત્મ ગૌરવનું પ્રતિક ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જગ્યાએ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે મવડી ગામના આંગણે ભવ્યતિ ભવ્ય નવરાત્રીનું આયોજન ખોડલધામ વેસ્ટ ઝોન દ્વારા કરવામાં આવ્યું છે. ગત ૨૦૧૬ના વર્ષમાં આજ નવરાત્રી મહોત્સવને બેસ્ટ ઈવેન્ટ ઓફ ૨૦૧૬નું બીરૂદ મળ્યું હતુ તો ૨૦૧૭માં આ વેસ્ટ ઝોન દ્વારા સૌથી લાંબી ચેઈન કરી દાંડીયા ધૂમીને નામ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડીયામાં અંકિત કર્યું હતુ.

આ વર્ષે લગભગ ૫૦૦૦થી વધુ ખેલાયા મન મૂકીને ગ્રાઉન્ડમાં રમી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એક નવા વિચાર સાથે ખોડલધામ વેસ્ટ ઝોનની મુખ્ય સમિતિ તથા એમની કાર્યકર સમિતિ દ્વારા આજ આઠમના નોરતાના ફળ શ્રુતિ સ્વરૂપે માની આરાધ્યા તો ખરી સાથે એક નવો વર્લ્ડ રેકોર્ડ ખોડલધામના નામે કરવામાં આવશે.

જેમાં ખોડલધામ નવરાત્રી મહોત્સવ વેસ્ટ ઝોન સાકરીયા બાલાજી હનુમાન ગ્રાઉન્ડ બાપા સીતારામ ચોકથી આગળ મવડી રોડ ખાતે ખેલૈયાઓ ચશ્મા પહેરી ને સતત એક કલાક સુધી ગરબે ધૂમસે અને ખોડલધામ નવરાત્રી મહોત્સવનું નામ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં દર્જ કરશે.

તેમજ આજ સાંજે ૭.૧૫ કલાકે એરપોર્ટ પર ગોલ્ડેન બુક ઓફ રેકોર્ડની નિર્ણાયક ટીમ રાજકોટના આંગણે આવી પહોચશે. નિર્ણાયક ટીમની ઉપસ્થિતિમાં એમના જજમેન્ટ બાદ ખોડલધામ નવરાત્રી મહોત્સવનું નામ દુનિયા લેવલે ગુંજશે. આ કાર્યને સફળ બનાવવા આયોજક ભાઈ જીતુભાઈ સોરઠીયા, જયેશભાઈ સોરઠીયા, હસમુખભાઈ લૂણાગરીયા અને એમની સમગ્ર ટીમ ખૂબજ જહેમત ઉઠાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.