Abtak Media Google News

મુંબઈથી મીથામ ફેન્ટામાઈન લાવ્યાની કબુલાત

જામનગરમાં એક શખ્સ નશીલા પદાર્થનું ખાનગીમાં વેચાણ કરાતું હોવાની બાતમીનાં આધારે એસઓજી શાખાની ટીમે ખીમલીયા ગામમાં દરોડો પાડી રૂ.૧.૮૬ લાખની કિંમતનો નશીલો પદાર્થ કબ્જે (મીથામ ફ્રેન્ટામાઈન એમડીએમએ પાવડર) કર્યો છે. અને એક આરોપીની ધરપકડ કરી છે.જયારે સપ્લાય કરનાર મુંબઈના શખ્સનું નામ ખૂલ્યું હોવાની તેની સામે પણ ગૂન્હો નોંધી તપાસનો દોર મુંબઈ સુધી લંબાવ્યો છે.

જામનગરનીએસઓજી શાખાને ચોકકસ બાતમી મળી હતી કે, જામનગરનાં હાપા રોડ પર આવેલા લાલવાડી આવાસ વિસ્તારમાં રહેતા અને ખીમલીયા ગામમાં સરકારી ખરાબામાં ઝુપડુ બનાવીને રહેતા શખ્સે નશીલા પદાર્થનેસંતાડી ખાનગીમા વેચાણ કરી રહેલા સલીમ કા‚ભાઈનામના સીદીબાદશાહ શખ્સ દ્વારા મુંબઈથી નશીલા પદાર્થ આયાત કરીને સંતાડવામાં આવ્યો છે.

જે બાતમીનાં આધારે ગઈકાલે એસ.ઓ.જી. શાખાની ટીમ જામનગર તાલુકાના ખીમલીયા ગામમાં સરકારી ખરાબામાં ઝુપડુ બનાવાયું હતુ તે સ્થળે દરોડો પાડયો હતો અને તલાસી લેતા અંદરથી નસીલા પદાર્થ મીથામ ફેન્ટામાઈન એમડીએમએને ૭૪ ગ્રામ અને ૪૪૦ મીલીગ્રામ વજનનો રૂ.૧,૮૬,૧૦૦ની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો.

જેથી એસઓજીની ટીમે નશીલા પદાર્થનો જથ્થો કબ્જે કરી લઈ આરોપી સલીમ કા‚ભાઈ સીદી બાદશાહની ધરપકડ કરી લીધી હતી અને તેની સામે એનડીપીએસ એકટની કલમ ૮ સી ૨૨ તેમજ ૨૯ મુજબ ગુન્હો નોંધ્યો હતો.જયારે આ પદાર્થ તેને મુંબઈના જાકીર ઉર્ફે મુસ્તફા નામના શખ્સે સપ્લાય કર્યો હોવાનું કબુલતા પોલીસે તેને ગુન્હામાં ફરારી જાહેર કર્યો છે. અને તપાસનો દોર મુંબઈ સુધી લંબાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.