Abtak Media Google News

ખંભાળીયા ગામની એક ખાનગી હોસ્પીટલમાં નોકરી કરતી યુવતીને ખંભાળીયા તાલુકાના ભંડારીયા ગામનો રહીશ આરોપી કાનાભાઈ હરદાસભાઈ ભાટુએ પોતાની પાસેના મોબાઈલ ફોન ઉપરથી ખાનગી હોસ્પિટલ જેમાં કોલર આઈ.ડી છે તે ટેલીફોન ઉપરથી એક યુવતી સાથે બિભત્સ વાતો કરી, તેણીને રસ્તામાં રોકી હેરાન-પરેશાન કરી ભોગ બનનારનાં ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવતીનાં પિતાએ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ખંભાળીયા પોલીસે આઈ.પી.સી.કલમ ૫૦૯, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલ અને ત્યારબાદ આરોપી જામીન પર મુકત થયો છે.

ત્યારબાદ આરોપી વિરુઘ્ધ નામ. લોઅર કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતાં તે અંગેનો ફોજદારી કેસ લોઅર કોર્ટમાં ચાલી જતા, આરોપી સામે કેશ સાબિત માની આરોપી કાના હરદાસ ભાટુને તકસીરવાન ઠરાવી યુવતીની લાજ લેવાના ઈરાદાથી શબ્દો ઉચ્ચારણ તથા ચેષ્ટા કરવા અંગે આઈ.પી.સી.કલમ ૫૦૯ અન્વયેના ગુના બદલ એક વરસની સજા અને દંડ તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું સાબિત માની આઈ.પી.સી.કલમ ૫૦૬(૨) અન્વયેના ગુના બદલ એક વરસની સજા અને દંડ, અને દંડ ન ભરે તો બીજા દસ દિવસની સજા ભોગવવાનો તા.૨૯/૧૦/૧૦નાં રોજ હુકમ ફરમાવેલ હતો.

જે અનુસંધાને આરોપી કાના હરદાસ ભાટુએ સજાના હુકમ સામે ખંભાળીયાની સેશન્સ અદાલતમાં અપીલ દાખલ કરતા ખંભાળીયાના એડી.સેશન્સ જજ એસ.એન.સોલંકી આરોપીના વકીલ હિંડોચાની ધારદાર દલીલ તથા જજમેન્ટ ધ્યાને લઈ ગુણદોષનાં આધારે અપીલ મંજુર કરી લોઅર કોર્ટનો સજાનો હુકમ રદ બાતલ ઠેરવી સજા રદ કરી આરોપી કાના હરદાસ ભાટુને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.