Abtak Media Google News

મહામારીના જંગમાં ‘અબતક’ મિડિયા પણ સહયોગી બન્યું

કોઇપણ કેસમાં પોલીસ દંડ વસુલવામાં જ અગ્રેસર છે આવી માન્યતા જન માનસમાં પ્રવૃતિ હોય છે. પરંતુ દ્વારકા જીલ્લાના ખંભાલીયા પોલીસે આ માન્યતાથી આગળ એક કદમ ચાલી માસ્ક ન પહેરનારને દંડના પૂર્વે તમામ ભાઇ-બહેનોને મફતમાં માસ્ક વિતરણ કરી માસ્ક  શા માટે જરૂરી ? આ વાતની સમજણ  આપતી પત્રિકા વિતરણ કરી એક દિવસ માટે દંડ ન કરવા તથા લોક જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

ખંભાળીયા પોલીસ દ્વારા લોકોના દિલ દિમાંગમાં સાથી સમજણ આવે એ માટે ચૌટદાર પત્રિકા પ્રસિઘ્ધિ કરવામાં આવી હતી. જેનું સંકલન ‘અબતક’ પ્રેસ ખંભાળીયાના પત્રકાર વિનાયક ભટ્ટ દ્વારા કરી પ્રશાસને કોરાના સામે આદરેલા જંગમાં મિડિયા પણ સામેલ હોવાનું પુરવાર કર્યુ હતું.

આ અભિયાનમાં ઉપસ્થિત ડેપ્યુટી કલેકટર દિનેશ રમેશ ગુરૂવ તથા પી.આઇ. જી.આર. ગઢવી એ ‘અબતક’ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસના સહયોગથી આ જાગૃતિ અભિયાનને વધુ પ્રચલિત કરવા નાના મોટા બેનરો ચિપકાવી જાગૃત કરવામાં આવશે.

લોકોને પ્રથમ જાગૃત કરવાનું કાર્ય કરવામાં આવશે. બાદમાં બેદરકારી બેફીકરાઇ આચરશે તેમની પાસેથી દંડ વસુલવામાં આવશે.

આ તકે પોલીસ વિભાગના પોલીસ સબ-ઇન્સ્પેકટર પ્રદયુમનસિંહ જાડેજા, એ.ડી. પરમાર તથા મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ઉ૫સ્થિત રહ્યો હતો. તમામ દ્વારા મફતમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

આ અભિયાનને વેગ આપવા ‘અબતક’પ્રેસ મિડિયા વતી આર.એન. રાજયગુરૂ, પરેશ સોલંકી, જયેન્દ્ર પંડિત, આરિફ રૂંઝા સહયોગી બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.