Abtak Media Google News

લોકડાઉન-૪ અંગેની જાહેરાતની ચાતક નજરે જોવાતી રાહ : રાહત મળવાની આશા સેવતા લોકો

આગામી તા.૧૭થી લોકડાઉન ખૂલી જશે એવી અપેક્ષાથી બહુજન લોકો સતાવાર જાહેરાતની રાહ જોઇ રહ્યા છે. વડાપ્રધાન મોદી દ્વારા જે પ્રવચન આપવામાં આવ્યું જેમાં કોઇ ચોકકસ દિશા ન હોવાથી ચાલક નજરે રાહ જોતા લોકો નિરાશ થયા હતા. દેવભૂમી દ્વારકા જીલ્લામાં જામનગર માર્ગ પર આવેલ મહાકાય કંપની સિવાય નાના મોટા લોકોને થેપ્યુ રડયા જેટલી આમદાની રડી આપે એવો કોઇ ઉદ્યોગ નથી. રાજકિય જાહેરાતોમાં માત્ર હાકલા પડકારની પરંપરા મા કોણીએ ગોળ ચિકપકાવવા જેવી યોજના સર્વાગી વિકાસ લક્ષી નથી પરિણામે આ જીલ્લા ના મોટાભાગના લોકો અર્ધ શિક્ષિત ડીગ્રી વગર ના હોવાથી પરચુરણ વ્યવસાય ના ધોરણે આજીવિકા ચલાવે છે. સરકારની યોજનામાં ૨૦ લાખ કરોડની યોજનાઓ જાહેર કરવામાં આવી છે. પરંતુ સેવા અબજના આ દેશમા આ રકમ સર્વાગી વિકાસ કરી શકે ખર્ચ? આવી યોજનામાં પારદર્શકતાનો દાયકાઓથી અભાવ હોવાના કારણે આવી યોજનાથી માત્ર રાજકિય લોકોને જ લાભ મળે છે. બાકી બેંક માંથી લોન મંજૂર કરવામાં ચપ્પલ ઘસાઇ જાય છે.

આ સ્થિતિમાં નિયમોને કડક બનાવી તમામ લોકો માટે સમાન અમલવારી કરાવવામાં આવે અને લોકડાઉનમાં છૂટાછૂટ આપવામાં આવે તો ધંધા રોજગારની ઓછા-વધતા પ્રમાણમાં આવકથી મુંઝાયેલા માણસોમાં રોનક આવે.

દેવભૂમિ દ્વારકા જીલ્લામા ધંધા વગર ખડતા લોકોને સરકારી સહાયથી વધુ રોજબરોજની આવકની ખાસ જરૂ રીયાત છે. સરેરાશ પધાત વિસ્તાર મનાતા આ જીલ્લાના લોકો મુખ્યમંત્રી વિજય રૂ પાણી તથા પી.એન મોદી તા.૧૭ સુધીમાં કેવા પ્રકારની છૂટછાટમાં કયા પ્રકારનુ લોકડાઉન લગાવી શુ નિદેષ કરવા માંગ છે. દેવભૂમીના લોકોને આ પ્રત્યુતર માટે ભારે જગ્નાશા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.