ખંભાળીયા શહેર ભાજપ દ્વારા કૃષિ બીલ અંગે ખાટલા બેઠક યોજાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના જિલ્લા પ્રમુખ કાળુભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ કૃષિ બીલો તેમજ ખેડુતોને આ અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારે તાજેતરમાં ખંભાળીયા શહેરમાં આવી ખાટલા બેઠકનું તાજેતરમાં આયોજન કરાયું હતુ.ખંભાળીયા શહેર ભાજપ પ્રમુખ અનીલભાઈ તન્ના, મહામંત્રીક ઈન્દ્રજીતસિંહ પરમાર , જીતેન પરમાર કાર્યક્રમ ઈન્ચાર્જ માનભા જાડેજા, ઉપપ્રમુખ પી.એમ. ગઢવી, સરપંચ જૈતાભાઈ કછીરીયા યુવા ભાજપ પ્રમુખ પરબતભાઈ ભાદરકા, સુરપાલસિંહ ચુઠાસમા, ભવ્ય ગોકાણી, પ્રતાપભાઈ દતાણી, હસુભાઈ ધોળકીયા નટુભા જાડેજા, નિકુંજ પટેલ, કમલેશભાઈ ડોડીયા, નીરપાલસિંહ જાડેજા, શૈલેષ જગતીયા, રઘુવીરસિંહ જાડેજા હસુભાઈ અરવિંદ રામાણી, હસમુખ નકુમ, હંમેતભાઈ વાજા, ધવલ ગોરીયા વિ. તથા ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.