Abtak Media Google News

અમદાવાદની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ડિઝાઇન દ્વારા પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બ્યુરોના સહયોગથી ૯ ફોટો ટાઇપ તૈયાર કરી

દેશભરમાં હવાલદારો માટે બ્રિટીશ જેવા કલરના ડિઝાઇનર યુનિફોર્મ તૈયાર કરવામાં આવ્યો છે. આ યુનિફોર્મ અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ડીઝાઇન (એન.ડી.) દ્વારા પાંચ વર્ષ સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ઋતુઓમાં ‘સ્માર્ટ’ યુનીફોર્મ જોતા જ ઘ્યાન આકર્ષિત કરશે. જેને સમગ્ર દેશના તમામ રાજયો અને કેન્દ્ર શાશિત પ્રદેશોની પેરામિલિટરી ફાર્સ માટે નિર્ધારિત કરવામાં આવશે.આ ડીઝાઇન તૈયાર કરવા માટે પોલીસ રીસર્ચ અને ડેવલપમેન્ટ બ્યુરો (બી.પી.આર એન્ડ ડી) ની મદદ લઇ નવ ફોટો ટાઇપ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં શર્ટ, ટ્રાઉઝર્સ, બેલ્ટસ, બેરેટસ, ઇન્સીગ્નિયા, શુઝ અને જેકેટ, ચોમાસાની ઋતુ માટે નવા રેઇનવેર, હેડગેર વગેરે તૈયાર કરવામાં આવ્યા છે. સ્ટેટ પોલીસ ફોર્સ અને પેરા મિલિટરી ફોર્સને રીપોર્ટ નજીકના ભવિષ્યમાં મળી જશે જેમાંથી તેઓ આ નવ ફોટો ટાઇપમાંથી પસંદગી ઉતારી શકે, વાતાવરણની પરિસ્થિતિ સમગ્ર દેશમાં અલગ અલગ જોવા મળે છે. તેને ઘ્યાનમાં લેવામાં આવ્યું છે. ઉપરાંત કામગીરી અને હોદ્ાની ગરીમા તેમની ફરજ મુજબ એકસપર્ટની મદદથી તૈયાર કરવામાં આવ્યા છે. અધિકારીઓ ને નવી ડિઝાઇન મળી ગઇ છે. જયારે હવાલદારોની ‘ખાખી’ ઉનાળા માટે ખુબ જ જાડી પડતી હોય દેશભરના પોલીસ અધિકારીઓ દ્વારા નવ રાજયો અને સામાન્ય જનતાના મતે આ યુનિફોમ ઘણી તકલીફ આપતા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સમગ્ર દેશમાં એક જ પ્રકારના યુનિફોર્મના સ્થાને તેના રંગ અને ડિઝાઇન સ્થાનિક પરિસ્થિતિ મુજબ બનાવવામાં આવશે.પેન્ટ અને શર્ટ બન્ને જાડા હોય ત્યારે ગરમીની ઋતુમાં પોલીસને તકલીફ પડતી હોય છે. ત્યારે તેમની તમામ જાણકારી મુજબ સાથે જ‚રી ન હોય તેવી વસ્તુઓ દુર કરવામાં આવશે. બેરેટસ-કેપ્સ વગેરે સ્માર્ટ છે. પરંતુ ઉનના હોઇ માથાના દુ:ખાવા કે વાળ ખરવા માટેનું કારણ બને છે. જયારે હેલ્મેટ આવી ગરમીની સ્થિતિ માટે કાયદો છે પણ ખુબ જ વજનદાર લાગે છે. ત્યારે મેટલ બેલ્ટપણ પહોળા હોઇ પોલીસમેનને બેસવા ઉઠવામાં તકલીફ જન્ય હોય છે.આ યુનિફોર્મ બનાવતી વખતે તમામ ફરીયાદોનો નિકાલ તો કરવામાં આવશે જ ઉપરાંત તેમના સેલફોન સાચવવા, બટન, ચાવી વગેરે સાચવવા અધરા પડતા હોય છે. જયારે તેમના જૂના ખૂબ જ મુશ્કેલી ઉભી કરે છે કારણ કે તે આરામદાયક હોના નથી. માટે આ તકલીફોને પણ ઘ્યાનમાં લેવામાં આવશે.આ યુનિફોર્મ જોવામાં વધારે ઘેરા રંગનો ન રાખતા આછા કલરનો રાખવા માટે ‘ખાખી’નો વિકલ્પ પસંદ કરવા મળશે. બીપીઆર એન્ડ ડી ડિઝાઇન તૈયાર કરવામાં મદદ કરી છે ત્યારે મીરા બોરવરકર જણાવે છે કે ખાખીને લગતી ઘણી ટીકાઓ મળી રહી હતી. માટે તેના કલર અને કાપડ પણ બદલાઇ શકે છે. પોલીસ દ્વારા ઋતુઓને અનુરુપ યુનિફોર્મ ન હોવાની ફરીયાદ તથા તેમના હોદા પ્રમાણે ન બન્યા હોવાની પણ ફરીયાદો મળી હતી જયારે તે જાણવા માટે ખાસ રીપોર્ટ તૈયાર કરવા માટે ગંભીરતાથી તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી.નવો યુનિફોર્મ ખુબ જ હળવો, સુવિધા દાયક, શર્ટ ખાખી કરતા મુલાયમ તેમજ હલ્કા રંગના બનાવવામાં આવશે અને સ્માર્ટ તથા સ્વચ્છ   દેખાવ દ્વારા તેમના યુનિફોર્મ  પરના ઇન્ઝિગ્નિયા, બેજ, મેડલ, રીબીન અને અન્ય ઉપાધીઓ સ્પષ્ટ તેમના ખભા પર દેખાય તેવો યુનિફોર્મ બનાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.