Abtak Media Google News

‘મુન્ના’ બદનામ હુઆ…

એસીબીએ વર્ષ ૨૦૧૯માં જાહેર કરેલા આંકડાઓ મુજબ ભ્રષ્ટાચાર આચરવામાં પંચાયત વિભાગ બીજા નંબરે, જયારે મહેસુલ વિભાગ ત્રીજા નંબરે

રાજયના લાંચ રૂશ્વતબ્યુરો દ્વારા તાજેતરમાં પૂર્ણ થયેલા વર્ષ ૨૦૧૯માં જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં ખિસ્સા ખંખેરવામાં ‘ખાખી’ તંત્ર અગ્રેસર હોવાનું ખૂલવા પામ્યું છે. એસીબીનાં આંકડાઓ મુજબ ગત વર્ષમાં લાંચ લેવાના ૨૨૫ કેસો દાખલ થયા હતા જેમાં સૌથી વધારે ગૃહ વિભાગમાં ૬૬ કેસો નોંધાયા છે. આ ૬૬ કેસોમાં ૩૭ લાખ રૂપિયા ની લાંચની રકમની માંગણી થઈ હતી. અને તેમાં ૧૦૦ અધિકારી, કર્મચારી તથા ત્રાહીત વ્યકિતઓ સંડોવાયેલા હતા. વષૅ ૨૦૧૭માં નોંધાયેલા કેસો મુજબ લાંચની માંગણીની રક્મ રૂપિયા પાંચ લાખની હતી. જેમાં બે વર્ષ માં સાત ગણો વધારો થઈ ને રૂપિયા ૩૭ લાખે પહોચી જવા પામ્યો છે. દરેક સરકારી તંત્રમાંનાના મોટા પાયે ભ્રષ્ટ્રાચાર જોવા મળે છે. પરંતુ પોલીસ તંત્રમાં લાંચ આપનારને કોઈ જ વળતર મળતુ નથી જયારે બીજા સરકારી તંત્રોમાં લાંચ આપનારા અરજદારો પોતાના કામ માટે લાંચ આપતા હોય તેમાં લાંચ અંગેની ફરિયાદો ઓછી નોંધાય છે. જેથી લાંચ લેવામાં ‘ખાખી’ તંત્રની સ્થિતિ મુન્ના બદનામ જેવી જોવા મળે છે. એસીબીએ તાજેતરમાં પૂર્ણ થયેલા ૨૦૧૯માં થયેલા કેસો અંગેની આપેલી વિગતો મુજબ ગૃહ વિભાગમાં ૬૬ કેસો નોંધાયા હતા જેમાં લાંચ માટે ૩૭ લાખ રૂપિયા ની રકમ ની માંગણી થઈ હતી. અને તેમાં ૧૦૦ અધિકારી, કર્મચારીઓ અને ત્રાહિતોની સંડોવણી ખૂલવા પામી હતી. જયારે પંચાયત, ગ્રામ્યગૃહ અને વિકાસ વિભાગમાં ૩૪ કેસો નોંધાયા છે. જેમાં ૬ લાખ રૂપિયા ની માંગણી કરનારા ૪૯ શખ્સો ની સંડોવણી ખૂલવા પામી છે. મહેસુલ વિભાગમાં ૩૨ કેસો નોંધાયા છે. જેમાં ૧૫ લાખ રૂપિયાની માંગણી કરનારા ૬૫ શખ્સો ની સંડોવણી ખૂલવા પામી હતી. શહેરી અને ગૃહવિકાસ વિભાગ દ્વારા ૨૫ કેસો નોંધાયા છે. જેમાં ૯ લાખ રૂપિયા ની માંગણી કરનારા ૩૩ શખ્સોની સંડોવણી ખૂલવા પામીહ તી. વન અને પર્યાવરણ વિભાગમાં ૭ કેસો નોંધાયા છે. જેમાં ૧૦ લાખ રૂપિયા ની માંગણી કરનારા શખ્સોની સંડોવણી ખૂલવા પામી છે. આ આંકડા ઓ પર થી સ્પષ્ટ થવા પામ્યું છે બે વર્ષમાં ગૃહ વિભાગમાં ભ્રષ્ટાચારના પ્રમાણમાં સાત ગણો વધારો થવા પામ્યો છે.

7537D2F3 1

એસીબી એન્ટી કરપ્શન બ્યુરોએ વર્ષ ૨૦૧૯માં રાજય સરકારના જુદા જુદા વિભાગમાં લાંચ લેનારા અપ્રમાણસર મિલકત ધરાવતા અને સત્તાના દૂર ઉપયોગ બદલ કુલ ૨૫૫ કેસ નોંધ્યા છે. અને ૪૧૭ આરોપીને પકડવામાં આવ્યા છે. જેમાં વર્ગ ૧ના ૧૬ અધિકારી વર્ગ ૨ના ૬૨ અધિકારી, વર્ગ ૩ના ૧૮૭ અધિકારી, કર્મચારી, વર્ગ ૪ના ૮ કર્મચારી તથા ૧૪૪ ખાનગી વ્યકિત વિરૂધ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ ગૂના ઓ પૈકી ટ્રેપ અને ડીકોયના કેસોની લાંચની રકમ રૂપિયા ૯૪,૪૦૦૫૦ છે જેમાં ગૃહ વિભાગ ૬૬ કેસ અને લાંચની રકમ રૂપિયા ૩૭ લાખ ૮ હજાર ૬૦૦ સાથે ટોપ પર છે. જયારે લાંચ લેવામાં પોલીસ સ્ટેશનમાં અમદાવાદ પહેલા નંબર પર છે.

ગૃહ વિભાગનાંકુલ ૬૬ કેસ ૧૦૦ આરોપીઓમાં વર્ગ ૧ના ૧, વર્ગ ૨ના ૪ અને વર્ગ ૩ના ૭૪, વર્ગ ૪નાં ૨ અને ૨૦ ખાનગી વ્યકિતનો સમાવેશ થાય છે. જયારે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના કુલ ૩૪ કેસના ૪૯ આરોપીમાં વર્ગ ૨ના ૪ અને વર્ગ ૩ના ૧૭, અને ૨૮ ખાનગી વ્યકિતનો સમાવેશ થાય છે. તેમજ મહેસૂલ વિભાગના કુલ ૩૨ કેસના ૬૫ આરોપીમાં વર્ગ ૧ના ૪, વર્ગ-૨ના ૩ અને વર્ગ-૩ના ૨૫, વર્ગ-૪ના ૨ અને ૩૧ ખાનગી વ્યકિતનો સમાવેશ થાય છે.

એસીબીએ જાહેર કરેલા આંકડાઓથી ગૃહ વિભાગમાં ભ્રષ્ટાચાર હોવાનું ખૂલવા પામતા રાજકીય આક્ષેપો શરૂ થઈ જવા પામ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ મુદે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે એસીબીમાં નોંધાયેલા આ કેસો રાજયનાં વહીવટી તંત્રમાં ફેલાયેલા ભ્રષ્ટાચારની હિમશીલાની ટોચ સમાન છે હકિકતમાં રાજય સરકારના તમામ વિભાગો લાંચ આપ્યા વગર કામ થતા થતી, જે અંગે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ અવાર નવાર જાહેરમાં કબુલાત કરતા રહ્યા છે. જયારે આ અંગે રાજયનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ જણાવ્યુંં હતુ કે અમારી સરકાર ભ્રષ્ટાચારને ડામવા માટે કટીબધ્ધ છે અમે ભ્રષ્ટાચાર આચરનારા તત્વોને છાવરવામાં માનતા નથી જેથી રાજયના એસીબી તંત્રને આધુનિક સાધનો સાથે લાંચીયા અધિકારી, કર્મચારીઓને પકડવા ખૂલ્લી છૂટ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.