ખાદી ઉપર ૨૦ ટકાનું વળતર મળશે : મુખ્યમંત્રીની જાહેરાત

યુવા પેઢીને ખાદી તરફ વાળવાનો રાજ્ય સરકારનો પ્રયાસ  ૫ ઑક્ટોબરથી ૩૧ ડિસેમ્બર સુધી વળતર મળશે

ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. આગામી પેઢી ખાદી પહેરતી થાય તેના માટે ખાદીના વેચાણમાં ૨૦% વળતરની જાહેરાત કરાઈ છે. આ વળતર ૫ ઑક્ટોબરથી ૩૧ ડિસેમ્બર સુધી ચાલું રહેશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ અવસરે સમગ્ર રાજ્યમાં આગામી ૫ ઓકટોબરથી ૩૧ ડિસેમ્બર સુધી ખાદીના વેચાણમાં ૨૦ ટકા વળતર આપવાની જાહેરાત કરી છે.

ખાદીનો વ્યાપ જન જન સુધી વિસ્તરે અને લોકો ખાદી ખરીદી માટે પ્રેરિત થાય જેથી ખાદી વણાટ અને ખાદી વસ્ત્ર ઉદ્યોગ દ્વારા આજીવિકા મેળવતા ગ્રામીણ પરિવારોના જીવનમાં આર્થિક ઉન્નતિ આવે તેવા ઉદ્દાત ભાવ સાથે મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી છે.

વિજય રૂપાણીની જાહેરાત પ્રમાણે રાજ્યમાં કોઈ પણ ખાદી ભંડાળમાં ૫ ઓક્ટોબરથી ૩૧ ડીસેમ્બર સુધી ખાદીની ખરીદી પર ૨૦% વળતર મળશે. ખાદીને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવાયો છે. આજે ગાંધીજીની જન્મ જયંતિ પર આ જાહેરાત કરાઈ છે.

Loading...