Abtak Media Google News

બોલિવૂડના ખ્યાતનામ કલાકાર સંજયદ્તનો આજે જન્મદિવસ છે તેઑ આજે પોતાનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યા છે તેવામાં તેમણે આજના દિવસે તેના ફેન્સને KGF 2 નું પોસ્ટર રીલીઝ કરીને એક નાનકડી ગિફ્ટ આપી છે  ફિલ્મનુ પહેલું પોસ્ટર થોડા દિવસો પહેલા જ રીલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં પોસ્ટર માં અધીરાનું ચરિત્ર દેખાડવામાં આવ્યુંછે.ફિલ્મમાં અધીરાનું કિરદાર સંજય દત્ત નિભાવશે. જો કે આ વાતની આધિકારિક પુષ્ટિ પહેલા કરવામાં આવેલ  નથી .પરંતુ હવે ફિલ્મનું બીજું પોસ્ટર રીલિઝ થતા એ વાત તો સાફ થઈ ગઈ છે કે KGF 2માં અધીરાના પાત્રમાં સંજય દત્ત જ નિભાવશે.

 આ પોસ્ટર ખૂબ જ શાનદાર છે.પોસ્ટરમાં બાબાએ માથા પર એક કપડું બાંધ્યું છે. જેનાથી પોતાના ચહેરાની લપેટી રાખ્યો છે. માત્ર તેમની આંખો જ દેખાઈ રહી છે.સંજય દત્તની તસવીર સાથે લખવામાં આવ્યું છે કે સંજય દત્ત એઝ અધીરા, જે ફિલ્મમાં સંજયની એન્ટ્રીની પુષ્ટિ કરે છે. આ પહેલા ફિલ્મનું વધુ એક પોસ્ટ રીલિઝ કરવામાં આવ્યું હતું જેમાં એક શખ્સનો માત્ર હાથ નજર આવી રહ્યો હતો અને તે હાથની મુઠ્ઠી બંધાયેલી છે. તેણે હાથમાં સિંહની ડિઝાઈનની વીંટી પહેરેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.