Abtak Media Google News

કુદરતને નિહાળવું છે, મારે કુદરતના ખોળે રમવું છે…!

ફરજની સાથે ઓફીસના પ્રાંગણમાં વાવેલા ૩૦૦થી વધુ વૃક્ષોનું રોજ કરે છે જતન ક્ષ આસપાસની ગાયોને નિરણ નાખવું તેમનો નિત્યક્રમ; જે બી ગઢવીનું અનોખુ વ્યક્તિત્વ સહકર્મીઓને આપે છે પ્રેરણા

પોલીસ તંત્રમાં ઉચ્ચકક્ષાનોહોદો ધરાવે છે તેમની પાસે એક નહીં પરંતુ કેશોદ વંથલી અને માણાવદર એમ ત્રણ તાલુકાની જવાબદારી છે તેવા કેશોદના  પોલીસ અધિક્ષક જે. બી ગઢવી ફરજની સાથે અનોખઆપ્રકૃતિ પ્રેમી છે.

દરેક સરકારી તંત્રમાં આવા કર્તવ્ય નિષ્ઠ ફરજ નિષ્ઠ અધિકારી  સેવાની   સાથે સાથે માનવ  પ્રાણી અને પયોવરણ પ્રત્યે ની ચિંતા કરતાં હોયતો  ? કદાચ મનુષ્ય માત્ર કે જીવમાત્ર  દુ:ખ આજે સહન કરી રહ્યા છે તેનું  દુખ અડધું તો એમ ને એમ દુર થઈ જાત પણ ખેર ઉજ્જડ રણમાં એક મીઠી વિરડી સમાન આવા અધિકારીઓ પણ આજે છે અને તે પણ પોલીસ ખાતામાં? કારણ એટલા માટે કે ૨૪ કલાક લોકો ને વધુ કેમ ઉપયોગી થવું તેવી ભાવના સાથે ડી. વાય. એસ. પી. જે. બી. ગઢવી કેશોદમાં ફરજ બજાવી રહ્યા છે ત્યારે તાજેતરમાં સરકારે તેમને આધુનિક સુવિધા ધરાવતી ઓફીસ  અને વિશાળ જગ્યા ના ગ્રાઉન્ડ સાથે નું બિલ્ડીંગ અપેણ કરેલ છે ત્યારે આ અધિકારીએ તેમનો સદ ઉપયોગ બહુ સારી રીતે કયોે છે અને  બિલ્ડીંગ ફરતી જગ્યામાં રંગ બે રંગી વૃક્ષો વાવી કચેરી ની શોભા વધારી છે તેમાં પણ તેમનો પયોવરણ પ્રત્યે એક પ્રેમ છલકાઈ  છે.

Img 20201104 Wa0011

કારકિર્દીમાં એક પોલીસ અધિકારી પોતાની ફરજ ની સાથે સાથે બાકી સમયમાં મનુષ્ય ની તકલીફો સાંભળી તેને ન્યાય આપવો સાથે સાથે કચેરીમાં બસો થી ત્રણસો વૃક્ષો વાવી તેનો ઉછેર કરવો તેને રોજે રોજ પાણી પાવુ તે ઉપરાંત કચેરી ની આસપાસ રખડતા ઢોર અને આંખલા ને રોજે રોજ લીલો ધાસચારો નાખવો એ તેમનો નિત્યક્રમ છે તેમની આ અનોખી કામગીરી સહકર્મચારીઓને પણ પ્રેરણા પુરી પાડે છે.

પ્રજા અને પ્રકૃતિના રક્ષણમાં સહકર્મીઓનો મને પૂરતો સહકાર: ડીવાયએસપી ગઢવી

અબતક સાથેની વિશેષ મુલાકાતમાં કેશોદના ડી વાય એસ પી જે બી ગઢવીએ જણાવ્યું હતું કે એક પોલીસ અધિકરીની સાથે હું પર્યાવરણ પ્રેમી છું. પ્રજાનું રક્ષણ કરવું મારી ફરજ છે.સાથે સાથે કુદરતનું રક્ષણ કરવાને પણ હું મારી ફરજ મનુ છું. ઓફીસના પ્રાગણમાં વાવેલા વૃક્ષઓના જતનમાં સહકર્મીઓનો મને પૂરતો સહકાર મળે છે. મને ગાયોને ઘાસચારો નાખવામાં પણ ખૂબ આંનદ આવે છે. પ્રજાની સાથે પ્રકૃતિનું રક્ષણ કરવુ પણ મારી પહેલી ફરજ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.