કેશોદ: એસ.ટી.માં મુસાફરોની પાંખી હાજરી

તાજેતરમાં લોકડાઉન-૪માં એસ.ટી. બસો શરૂ કરવાની મંજૂરી મળતા કેશોદ શહેરની આસપાસના વિસ્તારો જેવા કે, માંગરોળ, જૂનાગઢ, વંથલી, મેંદરડા સહિતના રૂટો એસ.ટી. દ્વારા શરૂ કરવામાં આવેલ છે. પરંતુ હાલમાં કોરોનાના કહેરને કારણે એસ. ટી.ને મુસાફરો નહીં મળતા કેશોદ એસ.ટી. ડેપોને ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. આ રૂટ ઉપર શરૂ કરાયેલા બસોમાં ખૂબ જ પાંખી હાજરી જોવા મળી રહી છે અને લોકો બને ત્યાં સુધી બિનજરૂરી પ્રવાસો કરવાનો ટાળી રહ્યાં છે. અથવા જયા જરૂર હોય ત્યાં પોતાના જ ખાનગી વાહનો દ્વારા પ્રવાસ કરતા એસ.ટી. બસોના તમામ રૂટો ખાલી જઈ રહ્યાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

Loading...