Abtak Media Google News

કેશોદના જાણીતા સામાજીક કાર્યકર અને મહીલા અગ્રણી દુધીબેન સોઢાની કેશોદ શહેર ભાજપ મહીલા પાંખના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. દુધીબેન સોઢા કેશોદ નગરપાલિકાના પૂર્વ સદસ્ય છે અને સામાજીક કાર્યકર તરીકે તેઓનું આખુ કેશોદ સારી રીતે ઓળખે છે ત્યારે જુનાગઢ જીલ્લા ભાજપના પ્રમુખે તેમને કેશોદ ભાજપના મહીલા મોરચાના પ્રમુખ તરીકે દુધીબેન સોઢાની વરણી કરતા આ વરણીને ભાજપના શહેર પ્રમુખ હરીનભાઇ ચોવટીયા યુવા ભાજપના પ્રમુખ ધારાસભ્ય દેવાભાઇ માલમ કેશોદ પ્રેસ કલબના પ્રમુખ અને જીલ્લા ભાજપ મીડીયા શેલના ક્ધવીનર પ્રકાશભાઇ દવે સહીત અનેક લોકો તથા મહાનુભાવોએ આ વરણી ને આવકારી અને દુધીબેન સોઢાને અભિનંદન પાઠવ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.