કેશોદમાં પાન-મસાલાના કાળા બજારના વિરોધમાં કેસરી સેનાએ આપ્યું આવેદન

કેશોદમાં લોકડાઉન ચારમાં એજન્સીઓ અને ગલ્લા શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ કેટલાક મોટા લોભિયા વેપારીઓ પાન મસાલાની છાપેલી કિંમત કરતા અનેક કિંમત લઇ રહ્યા  છે ત્યારે કેશોદ કેશરી સેનાના પ્રમુખ પ્રવીણ પટેલ દ્વારા નાના પાન ગલ્લાની દુકાન ધરાવતા અને વધુ ભાવ લેનાર વેપારીઓને સાથે રાખીને કેશોદ મામલતદાર કચેરી અને નગરપાલિકા ખાતે આવેદન પત્ર આપ્યું હતું. અને કાળા બજાર કરતા લોભિયાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જેમાં કેશોદના અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો પાસે છાપેલી કિંમત કરતા વધુ પૈસા પણ લેવામાં આવી રહ્યા હોય તેવા લેભાગુ વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

Loading...