Abtak Media Google News

ઇડુક્કી ડેમના ગેટ 26 વર્ષ પછી ખોલવામાં આવ્યાં

 

હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. તો કેરળમાં પૂર-વરસાદથી સ્થિતિ વધુ વણસી છે. શુક્રવારે સવારે ઇડુક્કી ડેમના બે ગેટ ખોલવામાં આવ્યાં હતા. અહીં છેલ્લાં બે દિવસમાં 10 હજાર લોકોને રાહત શિબિરમાં મોકલવામાં આવ્યાં છે.

આગામી 24 કલાકમાં વધુ વરસાદ પડે તેવી સંભાવના છે. રાજ્યના 24 ડેમના ગેટ ખોલવાથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગુરૂવારે રાત્રે વાદળ ફાટવાથી ત્રણ ગામમાં ભારે નુકસાન થયું છે. રાજ્યમાં છ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ છે.

Screenshot 5કેરળમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી 26 લોકોના મોત નિપજ્યાં છે. આપદા પ્રબંધન અધિકારીઓના જણાવ્યા મુજબ ઇડુક્કી જિલ્લામાં 11 લોકોનાં મોત થયા છે. અહીં અત્યારસુધી 10 હજાર લોકોને રાહત શિબિરમાં મોકલવામાં આવ્યાં છે. નદીઓ ભયજનક સપાટીએ હોવાના કારણે રાજ્યના 24 ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં છે.

કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીએ કેરળમાં 10 કરોડ રૂપિયા અને રાહત સામગ્રી મોકલવાના નિર્દેશ આપ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.