Abtak Media Google News

આતંકી ષડયંત્રો અને અફવાઓ પર સરકારની નજર

સોશિયલ મીડિયાના માધ્યમથી અભદ્ર ટીપ્પણી કે પછી અફવા ફેંલાવનારો પર પોલીસની ચાપતી નજર રાખી રહી છે. જેના ભાગરૂપે કીપેડ જહાદીઓ પર જમ્મુ કાશ્મીર સરકાર તુટી પડી છે. પોલીસે ટવીટર એકાઉન્ટ સંભાળતા પાંચ સામે ફરિયાદ નોંધી છે. તેઓ ફેસબુક અને વોટસએપ જેવા સોશિયલ મીડિયા જાયન્ટના માધ્યમથી ગેરમાર્ગે દોરનાર પ્રક્રિયા કરી રહ્યા હતા.

અધિકારીએ જણાવ્યું હતું કે, માઈક્રો બ્લોગીંગ સાઈટની માહિતી લઈ ટવીટર એકાઉન્ટ મેનેજરને ઝડપવામાં આવ્યા હતા. આ રીતે પોલીસ કીપેડ જીહાદીઓ પર કડી નજર રાખી રહી છે. પોલીસે સોશિયલ મીડિયા વેબસાઈટો અને વોટસએપના વિવિધ ગ્રુપના નિરીક્ષણ માટે ખાસ મોનીટરીંગ સિસ્ટમ પણ લગાવી છે. કીપેડ જીહાદીઓ પર તુટી પડવાનું કારણ આતંકવાદીઓ પણ છે.

વોટસએપ અને ફેસબુકે તો સુરક્ષા એજન્સીઓને માહિતી આપવાની ના પાડી દીધી છે. માટે હવે કીપેડ જીહાદીઓને ઝડપવા પોલીસ જીણવટપૂર્વક તપાસ કરશે. કારણ જમ્મુ-કાશ્મીરમાં અવાર-નવાર આતંકી હુમલાઓ થતા હોય છે અને આતંકીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી જ વાર્તાલાપ કરતા હોય છે. જોકે આ વર્ષે ફેસબુકે ઘણા ફ્રોડ એકાઉન્ટો બંધ કર્યા છે. સિકયોરીટી એજન્સીઓની ચિંતા વધવાનું કારણ અમરનાથ યાત્રા પણ છે જે આવતા મહિનાથી શરૂ થશે. સોશિયલ મીડિયાના માધ્યમથી એક જ કલિકથી હજારો ગ્રુપમાં મેસેજ મોકલી શકાય છે. જેનો લાભ આતંકવાદીઓ લે છે અને અફવા ફેલાવે છે. જેને મામલે હવે જમ્મુ પોલીસ સખ્ત બની છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.