ચોમાસામાં આ ઉપાયો દ્વારા તમારા બાળકોને બીમારી ઓથી દૂર રાખો…

635
keep-your-children-away-from-the-disease-by-using-these-remedies-in-the-monsoon
keep-your-children-away-from-the-disease-by-using-these-remedies-in-the-monsoon

ચોમાસાની સીઝન એટલે કે બિમારીઓની સીઝન. વરસાદ પડવાના કારણે આ સીઝનમાં જમીનમાં રહેતા મોટાભાગના જીવાણુઓ બહાર આવતા હોય છે, જે ફળ, શાકભાજી અને ખાદ્ય પદાર્થોને પ્રદૂષિત કરે છે. વરસાદના સમયમાં સૌથી વધુ ભય ઈન્ફેક્શનનો રહે છે. પછી તે બાળકો હોય કે મોટા તમામને આ સમયમાં સતર્ક રહેવાની જરુર હોય છે. વરસાદના કારણે સર્જાતા ભેજવાળા વાતાવરણમાં માંખીઓ અને મચ્છરો પણ ઉત્પન્ન થાય છે.

ત્યારે આઈએએમના મહાસચિવ કેકે અગ્રવાલે જણાવ્યુ હતું કે, આ સમયમાં જરુરી છે કે તમામ ફળ કે શાકભાજી ઉપયોગમાં લેતા પહેલા સ્વચ્છ પાણીથી તેને સાફ કરવામાં આવે. તેમજ બિમારીથી બચવા માટે પાણીમાં પોટેશિયમ પરમેંગનેટનો પ્રયત્ન કરવામાં આવે. તેમણે જણાવ્યુ હતું કે, સામાન્ય રીતે જીવાણુઓ જમીનની અંદર રહેતા હોય છે. પરંતુ તેઓ ચોમાસાની સીઝનમાં બહાર આવે છે અને શાકભાજી, ફળ કે અન્ય ખાદ્યપદાર્થો પર બેસે છે.

તેમજ તેના પર તેઓ પોતાના મળમુત્રનું વિસર્જન કરે છે, જેથી આ પદાર્થોને ખોરાકમાં ઉપયોગમાં લેતા પહેલા સાફ કરવામાં આવે તે જરુરી છે. આ ઉપરાંત જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી પોતાના ઘરની આસપાસ સાફ-સફાઈ રાખવાનો પ્રયત્ન કરો, જેના કારણે બિમારીઓથી બચી શકાશે.

ખોરાક લેતા પહેલા હાથ સાબુથી ધોવાનુ રાખવુ,તેમજ ઉકાળેલુ પાણી પીવાથી બિમારીઓને દૂર રાખી શકાય છે. એટલુ જ નહીં શાળાએ જતા બાળકોને ડી વો‹મગની ગોળીઓ આપવી ખૂબ જ જરુરી છે. જાકે આ પહેલા ડોક્ટરની સલાહ લેવી જરુરી છે.  આ ગોળીઓ બાળકોને સંક્રમિત બિમારીઓથી 97 ટકા સુધી બચાવતી હોય છે.

Loading...