Abtak Media Google News

સુશાંતસિંહ રાજપુત અને ડેબ્યુ અભિનેત્રી સારાઅલી ખાનની સ્ટનીંગ લવ સ્ટોરી: ૭મી ડિસેમ્બરે રિલિઝ થશે ફિલ્મ ‘કેદારનાથ’

અભિષેક કપુર ડાયરેકટેડ ફિલ્મ ‘કેદારનાથ’ જેના ટિઝેર ભોળાના ભકતોને જુનુન ચડાવ્યું હતુ તેનું ફાઈનલ ટ્રેલર રિલિઝ થયું છે. જેમાં અભિનેતા સુશાંતસિંહ રાજપુત અને સારા અલી ખાન સ્ટનીંગ લાગી રહ્યા છે. ફિલ્મમાં સુશાંત મુસલમાનની ભૂમીકામાં છે. તો નવી અભિનેત્રી સારા અલીખાન મસ્તીખોર, બીન્દાસ અવતારમાં નજરે પડે છે. બંને એકમેકના પ્રેમમાં તરબોડ થઈ જાય છે.જેની જોડી ખૂબજ ધુમ મચાવી રહી છે.

કેદારનાથ ફિલ્મના નામના નામ મુજબ તેના લોકેશનમાં બર્ફીલા પર્વતો અને મહાદેવના સ્થળોના સુંદર દ્રશ્યો મનમોહક છે. ‘કેદારનાથ’થી ડેબ્યુ કરનાર સારા ટ્રેલર માત્રથીજ સૌ કોઈનું દિલ જીતી રહી છે. ટ્રેલર રિલિઝ થયા પહેલા સારાએ પોસ્ટર શેર કર્યું હતુ જેમાં કેપ્શન લખ્યું હતુ કે ‘પ્યાર કી એક અદભૂત યાત્રા, ઈબાદત કે દર સે આગે’, ફિલ્મ શિવજીને આસપાસ હોવાથી ભોળાના દિવસ સોમવારે જ તેનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતુ.

અભિષેક કપૂરે ‘રોકઓન’, કાઈપો છે, ‘ફિતુર’ જેવી હિટ ફિલ્મો બનાવી છે. માટે દર્શકોને ‘કેદારનાથ’ પાસેથી અપેક્ષાઓ વધુ છે. આ ફિલ્મ ૭મી ડિસેમ્બરે રિલિઝ થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.