Abtak Media Google News

પાવર લિફ્ટિંગમાં દક્ષિણ એશિયન રમોત્સવની ગોલ્ડ મેડલ વિજેતા કવિતાદેવીને એમએઇ યંગ ક્લાસિક સ્પર્ધા માટે પસંદ કરવામાં આવી છે. અને તે વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇન્મેટ(WWE)ની આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી પહેલી ભારતીય મહિલા પહેલવાન છે. WWEએ ગઈ કાલે આ અંગેની જાહેરાત કરી હતી. હરિયાણાની કવિતાએ ભુતપૂર્વ WWE ચેમ્પિયન ધ ગ્રેટ ખલીના માર્ગદર્શનમાં પ્રોફેશનલ પહેલવાનીની ટ્રેનીંગ લીધી છે. WWEમાં મેઈ યંગ ક્લાસિક ટુર્નામેન્ટનું આયોજન આગામી 13-14 જુલાઈએ ફ્લોરિડાના ઓરલેન્ડોમાં થયું છે. એપ્રિલમાં કવિતાએ WWE દુબઈ ટ્રાઈઆઉટમાં ભાગ લીધો હતો અને પોતાના પ્રદર્શનથી દરેકનું ધાયન આકર્ષિત કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.