Abtak Media Google News

જેવેલીન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ કેટરીનાએ નીરજને શુભકામના પણ પાઠવી હતી

બોલીવુડથી લઈને હોલિવુડ સુધી લાખોની લોકચાહના મેળવનાર અભિનેત્રી કેટરીના કેફ પણ એક ખેલાડીના વાળ પર આફરીન હોવાનું રાઝ એશિયાડ હિરોની પેનલમાં જોડાતા અભિનેતા અભિષેક બચ્ચને ખોલ્યા હતા તેણે કહ્યું હતુ કે બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાંતી કેટરીના સહિતની પાંચ અભિનેત્રીઓ એથ્લીટ નીરજ ચોપરાની ફેન છે. ૨૦૧૮ એશિયન ગેમ્સમાં મેડલ જીત્યાબાદ કેટરીનાએ નીરજને શુભકામના પણ પાઠવી હતી અભિષેકે કહ્યું કે કેટરીના નીરજના વાળ પર આફરીન છે. આ ઉપરાંત અન્ય અભિનેત્રીઓ પણ છે જેના નામ હું આપી શકું નહી.

જયારે સ્પોર્ટસમેન અમીત પંધાલને બોકસીગમાં ગોલ્ડ મળ્યા બાદ ધર્મેન્દ્રએ શુભકામના પાઠવી હતી. ઈવેન્ટમાં કુસ્તી ચેમ્પીયન વિનેશ ફોગટે ગોલ્ડ જીત્યા પછી તેના જીવનના સંઘર્ષ વિશેની વાત કહી હતી. વધુ એક ખુલાસો કરતા વિનેશ ફોગટે કહ્યું કે તેના અંકલ મહાવિરસિંહ તેને કયારેય મેક અપ કરવા દેતા નહી, માટે તેમણે મને સાદુ જીવન જીવતા શિખવાડયું છે. અફસાન અન્જુમે કહ્યું હતુ કે દંગલ બાદ વિનેશ ઉપર પણ બાયોપીક બની શકે છે.

પ્રો કબડ્ડી ટીમના માલીક અભિષેક બચ્ચને કબડ્ડી વિશે પણ બોલ્યું હતુ તેને આગામી ફિલ્મ મનમર્જીયા શુક્રવારો લિઝ થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.