Abtak Media Google News

થોડા દિવસ પહેલા ‘ભારત’ના સેટ પરથી સલમાન ખાનનો એક જબરજસ્ત વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ ક્રિકેટ રમી રહ્યા હોય તેવુ દેખાતુ હતું. સલમાન ખાને ખૂબ ચોગ્ગા-છગ્ગા લગાવ્યા અને પોતાના પ્રશંસસકોને બતાવી દીધુ કે તેઓ ક્રિકેટમાં પણ કેવા માહેર છે. હવે કેટરીના કૈફનો પણ આવો એક વીડિયો સામે આવ્યો છે.

કેટરીનાને આગામી હિન્દી ફિલ્મ ‘ભારત’ના સેટ પર નિરાંતની પળોમાં ક્રિકેટ રમતી જોઈ શકાય છે. એણે આ વિડિયો પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

કેટરીનાએ આ વિડિયોની સાથેની કેપ્શનમાં અનુષ્કા શર્માને મદદ કરવાની વિનંતી કરી છે. એણે અનુષ્કાને વિનંતી કરી છે કે, ‘તું વર્લ્ડ કપ 2019 પૂર્વે તારાં પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનાં પ્રોત્સાહન માટે બે શબ્દો લખ.’

કેટરીનાએ જાતે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો છે. વીડિયોમાં કેટરીના પણ સલમાન ખાનની જેમ ક્રિકેટ રમી રહી છે. કેટરીનાનો આ વીડિયો જોઇને તમે તેની એક્ટિંગથી વધારે ક્રિકેટના ચાહક બની જશો. કેટરીના પણ ધડાધડ ચોગ્ગા-છગ્ગા ફટકારી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.