Abtak Media Google News

ભગવાન શ્રી મહાવીરના પ્રેમ, અનુકંપા, કરુણા, ક્ષમાના સંદેશ લોકોના દિલ સુધી પહોંચાડવાની જરૂર, જગતની તમામ સમસ્યાનો ઉકેલ મહાવીર સ્વામીના આગમ અને વ્યાખ્યાનોમાં રહેલો છે, સંપત્તિનો દાનપુણ્યના કાર્યમાં ઉપયોગ થાય એ માટે સદૈવ જૈન સમાજ તત્પર હોય છે

રાજકોટમાં જૈનમ ગ્રુપ અને જૈન વિઝન સંસ દ્વારા ચોવીસમાં ર્તીંકર ભગવાન શ્રી મહાવીરની ૨૬૧૩મી જન્મ જયંતી નિમિત્તે યોજાયેલા જન્મ કલ્યાણક મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્તિ રહ્યા હતા અને પ્રવર્તમાન દોરમાં મહાવીર સ્વામિના સંદેશને લોકોના દિલ સુધી પહોંચાડવાની આવશ્યક હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. Dsc 0239

અહિં ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં યોજાયેલા ઉક્ત કાર્યક્રમમાં રૂપાણીએ આ સંદર્ભમાં ઉમેર્યું કે આજના સમયે સમગ્ર વિશ્વમાં અસહિષ્ણુતા અને હિંસા વધતી જાય છે. Dsc 0131 1આતંકવાદ, નકસલવાદ, ઉગ્રવાદ જેવી સમસ્યા વધતી જાય છે. ત્યારે, ભગવાન શ્રી મહાવીરના પ્રેમ, અનુકંપા, કરુણા, ક્ષમાના સંદેશ લોકોના દિલ સુધી પહોંચાડવામાં આવે તો તે પ્રશ્નનું નિરાકરણ આવે એમ છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તારસ્વરે જણાવ્યું કે જગતની તમામ સમસ્યાનો ઉકેલ મહાવીર સ્વામીના આગમ અન વ્યાખ્યાનોમાં રહેલો છે.

માનવમાત્રએ તેનું અનુસરણ કરવાની જરૂર છે. તેમણે આપેલા અહિંસા, જીવદયા, અપરિગ્રહના સિદ્ધાંતો ચિરકાળ ર્યા છે.Dsc 0267

અપરિગ્રહના સિદ્ધાંત ઉપર પોતાના વિચારો વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે જૈન સમાજ જીવમાત્રના સુખનો વિચાર કરે છે. પોતાની પાસે રહેલી સંપત્તિનો દાનપુણ્યના કાર્યમાં ઉપયોગ થાય એ માટે સદૈવ જૈન સમાજ તત્પર હોય છે. સંપત્તિના સદ્દકાર્યમાં ઉપયોગની બાબત પણ પ્રેરક છે.Guru7791 1

જૈન સમાજમાં લેવાની વૃત્તિને બદલે આપવાની વૃત્તિ છે. સરકાર દ્વારા જૈનોને લઘુમતીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે, નબળા પરિવારોને રાજ્ય સરકાર દ્વારા લઘુમતી સમાજને મળવાપાત્ર સહાય આપવામાં આવે છે.Guru7824 1

જીવદયા માટે રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા કદમની માહિતી આપતા રૂપાણીએ જણાવ્યું કે અમારી સરકાર દ્વારા કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગત્ત ઉત્તરાયણ દરમિયાન અનેક પક્ષીઓના જીવ આ અભિયાન અંતર્ગત બચાવવામાં આવ્યા હતા.Img 20180329 090644

લોકો મુશ્કેલીમાં હોય ત્યારે ૧૦૮ની એમ્બ્યુલન્સ જે રીતે ગણતરીના સમયમાં સારવાર માટે આવી જાય છે, એવી જ રીતે પશુઓની આકસ્મિક સારવાર માટે કરુણા એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં કરુણા એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. પશુપાલન વિભાગ તેની વ્યવસ સંભાળશે. ગૌહત્યા નિષેધ માટે કાયદો વધુ કડક અને અસરકારક બનાવવામાં આવ્યો છે.Vlcsnap 2018 03 29 13H03M40S189

તેમણે ભારપૂર્વક કહ્યું કે આ સરકાર પ્રમોશન માટે નહીં, પણ ઇમોશન સો કામ કરે છે. સરકારી તંત્રની કાર્યશૈલીમાં સંવેદના આવે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ગરીબો, પીડિતો, દલિતો, શોષિતો, વંચિતો, મહિલાઓને તેમના હક્કના લાભો સંવેદના સો મળે તેવી વ્યવસ ઉભી કરવામાં આવી છે. યશોવિજયજી મહારાજ તા શ્રી સ્મીતાબાઇ મહાસતીજીએ આશીર્વચન પાઠવ્યા હતા. શ્રીનમ્રમુની મહારાજે વિડીયો સંદેશી આશીર્વચન પાઠવ્યા હતા.Vlcsnap 2018 03 29 13H04M36S243

Dsc 0262

Dsc 0260

ધર્મયાત્રામાં ઇનામ વિતરણ

 

ફલોટમાં પહેલું ઈનામ ૫ હજાર રૂ.નુંકાલાવડ રોડ, શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ(ચંદ્રકાંત શેઠનાં હસ્તે અર્પણ) (પારસધામ)ને મળ્યું હતું.બીજું ઈનામ લૂક એન્ડ લર્ન માસુમ સેન્ટરને ત્રીજુ ઈનામ જૈન યુવા ગ્રુપને મળ્યું હતું.

આ ઉપરાંત ૧ થી ૫ આશ્ર્વાસન ઈનામો

યુનિ.રોડ જૈન તપગચ્છ સંઘ, જીવદયા ગ્રુપ, સુમતિનાથ દેરાસર, જૈન એલર્ટ ગ્રુપ, પંચવટી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘને આકર્ષક ફલોટ બદલ આપવામાં આવ્યા હતા. બેસ્ટ સ્કુટર ડેકોરેશન-મયુર મહેતાને તથા બેસ્ટ કાર શણગાર ડેકોરેશન- ૩ કારોને આપવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.