Abtak Media Google News

હાલમાં કાર્તિક આર્યન અને કૃતિ સેનનની આગામી ફિલ્મ ‘લુકા છુપી’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં બંને એકસાથે જોવા મળશે. આ ફિલ્મને દિનેશ વિઝને પ્રોડ્યુસ કરી છે જ્યારે ફેમસ સિનેમેટોગ્રાફર લક્ષ્‍મણ ઉટેકરે ડિરેક્ટરની જવાબદારી નિભાવી છે. “ઇંગ્લિશ વિંગ્લિશ”, “ડિયર જિંદગી”, “હિન્દી મિડિયમ” અને “102 નોટ આઉટ” જેવી ફિલ્મોમાં ફોટોગ્રાફી નિર્દેશક તરીકે કામ કરી ચૂકેલા લક્ષ્‍મણ ફિલ્મ “લુકા છિપી”થી બોલિવૂડ નિર્દેશકમાં ડેબ્યુ કરી રહ્યા છે. આ તેમની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ છે.

https://www.youtube.com/watch?v=-JLewvWBkCw

ફિલ્મ “લુકા છુપી”માં કાર્તિક મથુરાની એક લોકલ ટીવી ચેનલમાં સ્ટાર રિપોર્ટરની ભૂમિકામાં તમને જોવા મળશે. કૃતિ ફિલ્મમાં મથુરાની એક છોકરી તરીકેની ભૂમિકામાં જોવા મળશે. જે વધુ અભ્યાસ માટે દિલ્હી જાય છે અને પછી ફરી મથુરા આવે છે. “લુકા છિપી”એક નાના શહેરની લવ સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મની કહાની મથુરા, આગ્રા અને ગ્વાલિયરની આસપાસ ફરે છે.  ફિલ્મ “લુકા છુપી” 1 માર્ચના દિવસે રિલીઝ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.