Abtak Media Google News

પૂર્વ નાણાપ્રધાન પી. ચિદંબરમના દીકરા કાર્તિ ચિદંબરમની આઈએનએક્સ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા કાર્તિની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ કહ્યું છે કે, કાર્તિ પૂછપરછમાં સહયોગ કરતા ન હોવાથી તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. લંડનથી પરત ફરતી વખતે ચેન્નાઈ એરપોર્ટ ઉપર જ કાર્તિની ધરપકડ કરી લેવામાં આવી છે.

કાર્તિના ઠેકાણાઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા

તાજેતરમાં જ ઈડીએ કાર્તિ ચિદંબરમના દિલ્હી અને ચેન્નાઈમાં આવેલા ઘર અને ઓફિસ ઉપર દરોડા પાડ્યા હતા.
ઈડીએ 2007માં આઈએનએક્સ મીડિયા માટે ફોરેન ઈન્વેસ્ટમેન્ટમાં અનિયમિતતાઓના કારણે કાર્તિ ચિદંબરમ સામે સમન્સ જાહેર કરવામાં આવ્યો હતો.સીબીઆઈ આ મામલે અલગથી તપાસ કરી રહી છે. સીબીઆઈએ આ મામલે પીટર અને ઈન્દ્રાણી મુખરજીની પણ પૂછપરછ કરી છે.

શું છે કાર્તિ પર આરોપ?

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડના 2006માં મળેલી મંજૂરીને લઈને તપાસ ચાલી રહી છે. ઈડીનું એવું પણ કહેવું છે કે આ મંજૂરી ત્યારે મળી હતી જ્યારે દેશના નાણાપ્રઘાન પી. ચિદંબરમ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.