કર્ણાટકમાં ફૂલમાળીની પત્નીના ૩૦ કરોડ જમા થતા આશ્ચર્ય: ટેરર ફંડીંગની શંકાએ તપાસ

માળીએ ફોન પર બેંકની વિગતો આપી હતી: ઈન્કમટેક્ષ વિભાગમાં ફરિયાદ

કર્ણાટકના ચન્નાપટના શહેરના એક માળીને આંખો અચંબાથી એ વખતે પહોચી થઈ ગઈ હતી. તેને ખબર પડી કે તેની પત્નીની ખાતામાં ૩૦ કરોડ રૂા.જમાં થયા છે. પરિવારની ના. દુરસ્ત તબીયત અને સારવાર માટે પાંચ પાંચ એકઠી કરવા માટે સંઘર્ષ કરી રહેલા ચન્નાપરનાંના સૈયદ મલીક બુરહાનના ગરીબ પરિવારની મહિલાના ૩૦ કરોડ જમા થઈ ગયા હતા.

સઈદ મલીક બૂરાહાનન ઘરનો દરવાજો જયારે બે ડીસેમ્બરે જયારે બેંકનાં અધિકારીઓએ ખખડાવી ખાતામાં આ પૈસા કયાંથી આવ્યા તેની વિગતો લેવા બેંક અધિકારી સૈયદ મલીકના ઉંબરે આવ્યા હતા.

મલીક એવો આક્ષેપ કર્યો હતો કે બેંક કર્મચારીઓએ પોતાને કેટલાક દસ્તાવેજો પર સહી કરવાનું જણાવ્યું હતુ પરંતુ મેં તેનો ઈન્કાર કર્યો હતો. બુરહાનને યાદ આવ્યું હતુ કે તેણે પત્નિ માટે એક સાડી ઓનલાઈન ખરીદી હતી ત્યારબાદ એક ફોન આવ્યો હતો. અને તેમા તેણે પોતાના પરિવારના ખાતાની વિગતો આપી હતી તેને કહેવામાં આવ્યું હતુ કે તેને ઈનામમાં એક મોટર લાગી છે.

ખાતામા તો માત્ર ૬૦ રૂા.ની જ સિલક હતી અમને એ સમજાતું નથી કે; આટલી મોટી રકમ કયાંથી આવી તેમ બુરહાને જણાવ્યું હતુ.

પોલીસે જણાવ્યું હતુ કે ફરિયાદી સૈયદ મલીક બુરહાનની જાણવગર તેમના ખાતામાં અસહ્ય મોટા ટ્રાજેકશન કરવામાં અ વ્યા છે. અમે આ ટ્રાન્જેકશનના મૂળ સુધી જવા માંગીએ છીએ અમે આ નાણાંકીય વ્યવહાર પાછળ જેનો પણ હાથ હશે તેની ધરપકડ કરીશું.

દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી બ્લેકમની ટ્રાન્જેકશન ટેરર ફંડ અને અવૈધ રીતે હવાલા મારફત નાણાંની હેરફેર કરવાનાં મોટા કારસ્તાન ચાલે છે. થોડા દિવસો પહેલા જ શાહીનબાગ આંદોલન કાર્યોને મદદરૂપ થવા અસંખ્ય ખાતાઓમાં નાની રકમ જમા થઈને લાખો રૂપીયાનું કથીત ટેરરફંડ ઉભુ કર્યાનો ધડાકો થયો હતો. અને પોલીસે એનઆઈએ, સીબીઆઈ અને સીઆઈડી જેવી સંસ્થાઓને સાથે રાખી અસંખ્ય ખાતાઓને ઓબ્ઝર્વેશનમાં રાખીને તપાસ હાથ ધરી હતી.

Loading...