કારગીલ વિજય દિવસ: વીર શહીદોને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલી અર્પી

kargil-victory-day:-cm-pays-tribute-to-heroic-martyrs
kargil-victory-day:-cm-pays-tribute-to-heroic-martyrs

ગુજરાતના યુવાનો આર્મી-લશ્કર-સુરક્ષા-સેનામાં વ્યાપક પ્રમાણમાં જોડાય તે માટે વધુ લશ્કરી ભરતી મેળા, નવી સૈનિક સ્કુલ શરૂ કરવાની નેમ: વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ ૨૦મા કારગિલ વિજય દિવસ અવસરે અમદાવાદમાં સેનાના ગોલ્ડન કટાર ડિવિઝનના સેનામથકે શહીદ સ્મારક ખાતે વીર સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.

મુખ્યમંત્રીએ ૧૯૯૯ના કારગિલ યુદ્ધના ભવ્ય વિજયને વધાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે આ વિજય સહિત ભારતે દુશ્મન દેશ સાથેના તમામ યુદ્ધમાં શૌર્ય-વીરતા અને પરાક્રમથી વિજય પ્રાપ્ત કર્યો છે, જેનાથી દેશ આખો ગૌરવાન્વિત છે.

kargil-victory-day:-cm-pays-tribute-to-heroic-martyrs
kargil-victory-day:-cm-pays-tribute-to-heroic-martyrs

મુખ્યમંત્રીએ ભારતીય સેનાના વીર જવાનોની શહાદતને નમન કરતા રાજ્યના સૌ નાગરિક ભાઈ-બહેનોને દેશહિત સર્વોપરીનો ભાવ જગાવી દેશ માટે જીવવું  દેશ માટે મરવુંનો શૌર્યસભર કોલ આપ્યો હતો.  તેમણે આ સંદર્ભમાં હમ દિન ચાર રહે ન રહે, માં તેરા વૈભવ અમર રહે…ની પંક્તિઓ પણ દોહરાવી હતી. વિજયભાઈ રૂપાણીએ ગુજરાતી યુવાઓ સેનામાં જોડાવા માટે વ્યાપકપણે પ્રેરિત થાય તેવું વાતાવરણ નિર્માણ કરવા વધુ પ્રમાણમાં આર્મી ભરતી મેળા યોજવાની તથા રાજ્યમાં વધુ સૈનિક સ્કૂલ્સ શરૂ કરવાની પણ નેમ વ્યક્ત કરી હતી.

kargil-victory-day:-cm-pays-tribute-to-heroic-martyrs
kargil-victory-day:-cm-pays-tribute-to-heroic-martyrs

તેમણે આ સાથે જ ગોલ્ડન કટાર ડિવિઝન યોજિત શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મુકી સેનાના શસ્ત્રોનું રસપૂર્વક નિરીક્ષણ પણ કર્યું હતું.

તેમણે ૪,૨૦૦ કિ.મી.નો ૮ રાજ્યોનો પ્રવાસ પૂર્ણ કરી અમદાવાદ આવેલા આર્મી મોટરસાયકલ એક્સ્પિડિશનનું સમાપન કરાવતા વીર સેનાનીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.

kargil-victory-day:-cm-pays-tribute-to-heroic-martyrs
kargil-victory-day:-cm-pays-tribute-to-heroic-martyrs

મુખ્યમંત્રીએ ગુજરાત જેવા સીમાવર્તી રાજ્યની દુશ્મન દેશને અડીને આવેલી સરહદની નિગેહબાની કરતા અને સમાજજીવનને શાંતિ-સલામતીનો અહેસાસ કરાવતા સેનાના ગોલ્ડન કટાર ડિવિઝનની સેવાઓ અને સેનાનીઓની ફરજપરસ્તી- દિલેરીને પણ બિરદાવી હતી.

Loading...