Abtak Media Google News

રસોઈ બનાવવાની માથાકૂટથી ઉશ્કેરાયેલા પુત્રે ધારીયાના ઘા ઝીંકી માતા અને બહેનને મોતને ઘાટ ઉતારી દીધી’તી ; રોજ – રોજના ઘર કંકાસે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા ખૂની ખેલ ખેલાયો

મોરબીના જીકિયારી ગામે  ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શનિવારે રાત્રીના સમયે રસોઈ બનાવવા મામલે માતા અને પુત્રી વચ્ચે વજગ્રાહની સ્થિતિ સર્જાઈ હતી અને યુવાને રસોઈ બનાવવાનું કહ્યા બાદ બંનેમાંથી એક પણ ટસની મસ ન થતા ગુસ્સે થયેલા યુવાન અને બહેનને ધારીયાના ઘા ઝીકી દેતા માતા બહેનના કરુણ મોત થયા છે. પોલીસે કપાતર પુત્રની અટક કરી કોવિડ ટેસ્ટની કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ  મોરબીના જીકીયારી ગામે શનિવારની રાત્રે બેવડી હત્યાનો બનાવ સામે આવ્યો હતો.જેમાં જીકિયારી ગામે રહેતા આશરે ૪૦ વર્ષીય દેવશીભાઈ સવજીભાઈ ભાટિયાએ પોતાની સગી જનેતા કસુતરીબેન ભાટિયા અને બહેન સંગીતાબેન ભાટિયાને ધારીયાના ઘા ઝીકી બન્નેની હત્યા કરી નાખી હતી.જેમાં માતા અને બહેન વચ્ચે જમવાનું બનાવવા મામલે બબાલ થયા બાદ આ યુવનમાં મનમાં એટલી હદે ખુન્નસ ભરાયું હતું કે ,સગી જેનતા અને બહેનને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવ બાદ બન્નેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટાફ્ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક કસ્તુરીબેનના ભત્રીજાએ આરોપી દેવશીભાઈ સવજીભાઈ ભાટિયા સામે બેવડી હત્યાની ફ્રિયાદ નોંધાવી હતી.

મૃતક સંગીતાબહેન ભાટિયા (ઉંમર આશરે ૪૦ વર્ષ) ના અગાઉ લગ્ન થયા હતા.પણ પતિ સાથે મનમેળ ન થતા તેણીના છૂટાછેડા થઈ ગયા હતા આથી ઘણા સમયથી જીકિયારી ગામે તેની પોતાની માતા અને ભાઈ સાથે જ રહેતી હતી.જો કે તેણીને પોતાની માતા સાથે કાયમ કોઈને કોઈ વાતે ઝઘડો થતો હતો અને આ રોજ રોજના કંજીયા કંકાસે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા તેણીને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

જીકિયારી ગામના આ પરિવારમાં યુવાન અને તેની બહેનતથા માતા સાથે રહેતા હતા અને આ યુવાન અપરણિત હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે બીજો એક ભાઈ ધંધાર્થે ઇન્દોર રહે છે.જો કે માતા અને બહેન વચ્ચે રોજે રોજ રસોઈ બનાવવા કે અન્ય કોઈ મુદ્દે ડખ્ખા થતા હોવાથી આ યુવાન કંટાળી ગયો હતો અને ગતરાત્રે ફ્રી ડખ્ખો થતા તેનું મગજ ભમી ગયું હતું. ગુસ્સામાં સારા નરસાનું વિવેકભાન ગુમાવી બેઠો હતો અને ન કરવાનું કરી બેઠો હતો.માતા અને બહેનની હત્યા કરીને યુવાને પહેલા પોતાના ભાઈને આ બનાવની જાણ કરી હતી.એ ભાઈએ પોતાના મહેન્દ્રનગર ગામે રહેતા કાકાના દીકરાને જાણ કરતા આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.