Abtak Media Google News

ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર કનૈયાલાલ માણેકલાલ મુનશી 

કનૈયલાલ મુનશી નો ગુજરાતમાં સાહિત્ય અને રાજકારણ તથા બંધારણ ઘડતરમાં વિશેષ ફાળો જે કયારેય ભૂલી ન શકાય તેવો છે, ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર .કનૈયાલાલ માણેકલાલ મુનશી (ક. મા. મુનશી; ઉપનામ: ઘનશ્યામ વ્યાસ (૧૮૮૭-૧૯૭૧) ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર હતા. તેમનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ભરૂચમાં થયો હતો.

Download 1 2 તેમના પિતાનું નામ માણેકલાલ અને માતાનું નામ તાપી બા હતું. ૧૯૦૧માં તેમણે મૅટ્રિકની પરિક્ષા પાસ કરીને ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ઓગણીસ વર્ષની ઉંમરે ‘એલિસ પ્રાઈઝ’ સાથે તેમણે વિનયનના સ્નાતકની પદવી મેળવી અને ૧૯૧૦માં એલ.એલ.બી.ની પરિક્ષામાં ઉત્તિર્ણ થયા. ૧૯૧૩માં મુંબઈમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો.

Download 7સાહિત્યની સેવાના પ્રારંભ રૂપે ૧૯૨૨માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કર્યો. તેમની સુદિર્ઘ કારકિર્દી દરમ્યાન ૧૯૩૭માં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન, ૧૯૪૮માં રાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય, એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન, ૧૯૫૨ની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ વગેરે જેવા હોદ્દા સંભાળ્યા. તેમણે ૧૯૩૮માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી અને ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ રહ્યા. ૮ ફેબ્રુઆરી ૧૯૭૧ના દીવસે ૮૩ વર્ષની જૈફ વયે મુંબઈમાં તેમનું અવસાન થયું તેમનું અવશાન થવા છતા તેમના કાર્ય હમેંશા માટે અમર રહેશે.

કનૈયાલાલ મુનશીની જીવન સફર કરેલા કાર્યોની યાદગાર યાદી

૧૯૦૪ – ભરૂચમાં મફત પુસ્તકાલયની સ્થાપના

૧૯૧૨ – ભાર્ગવ માસિકની સ્થાપના

૧૯૧૫ – ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા તેમને આવકારવા સંમેલન યોજ્યું

૧૯૨૨ – ગુજરાત માસિકનું પ્રકાશન

૧૯૨૫ – મુંબઇ ધારાસભામાં ચુંટાયા

૧૯૨૬ – ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણના ઘડવૈયા

૧૯૩૦ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ

૧૯૩૦-૩૨ – સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ

૧૯૩૩ – કોંગ્રેસના બંધારણનું ઘડતર

૧૯૩૭-૩૯ – મુંબઇ રાજ્યમાં ગૃહપ્રધાન

૧૯૩૮ – ભારતીય વિદ્યા ભવનની સ્થાપના

૧૯૩૮ – કરાચીમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ

૧૯૪૮ – સોમનાથ મંદિરનો જિર્ણોદ્ધાર

૧૯૪૮ – હૈદરાબાદના ભારતમાં વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા

૧૯૪૮ – ભારતનું બંધારણ ઘડવા રચાયેલી સમિતિમાં સભ્ય

૧૯૫૨-૫૭ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ

૧૯૫૭ – રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં ઉપપ્રમુખ

૧૯૫૪ – વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના અને પ્રમુખ

૧૯૫૯ – સમર્પણ માસિકનો પ્રારંભ

૧૯૬૦ – રાજકારણમાંથી નિવૃત્ત

કનૈયાલાલ મુનશીની પ્રખ્યાત અને ખ્યાતનામ કૃતિઓ

ગુજરાતનો નાથ

પાટણની પ્રભુતા

પૃથ્વી વલ્લભ

કૃષ્ણાવતાર ભાગ ૧ થી ૮

રાજાધિરાજ

જય સોમનાથ

ભગવાન કૌટિલ્ય

ભગ્ન પાદુકા

લોમહર્ષિણી

ભગવાન પરશુરામ

વેરની વસુલાત

કોનો વાંક

સ્વપ્નદ્રષ્ટા

તપસ્વિની

અડધે રસ્તે

સીધાં ચઢાણ

સ્વપ્નસિદ્ધિની શોધમાં

પુરંદર પરાજય

અવિભક્ત આત્મા

પુત્રસમોવડી

વાવા શેઠનું સ્વાતંત્ર્ય

બે ખરાબ જણ

આજ્ઞાંકિત

લોપામુદ્રા

ધ્રુવસંવામિનીદેવી

સ્નેહસંભ્રમ

ડૉ. મધુરિકા

કાકાની શશી

બ્રહ્મચર્યાશ્રમ

મારી બિનજવાબદાર કહાણી

ગુજરાતની કીર્તિગાથા

 

કનૈયલાલ મુનશી નો ગુજરાતમાં સાહિત્ય અને રાજકારણ તથા બંધારણ ઘડતરમાં વિશેષ ફાળો જે કયારેય ભૂલી ન શકાય તેવો છે અને તેમની અમર પાત્રો અને કૃતિએ આશીર્વાદરૂપ અને ઇતિહાસને યાદ કરાવનાર છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.