ઝાંસીની રાણીના દમદાર અવતારમાં કંગનાની ફિલ્મ મણિકર્ણિકાનું ટીઝર થયું રીલીઝ

76

ઝાંસીની રાણી પર આધારિત ફિલ્મ મણિકર્ણિકાનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. ફિલ્મના સેટ્સમાંથી ઘણી મહેનત પછી, પ્રેક્ષકોને ફિલ્મના ટીઝર જોવા મળે છે અને તે ખૂબ જ ભવ્ય લાગે છે. આ ટીઝરની શરૂઆત અમિતાભ બચ્ચનના અવાજ દ્વારા કરવામાં આવી છે જેમાં તે સમજાવે છે કે જ્યારે બ્રિટિશ આક્રમણ થયું હતું ત્યારે ભારત એક સમૃદ્ધ અને આવકારદાયક રાષ્ટ્ર હતો તે પછી મણિકર્ણિકાએ તેની માતૃભૂમિ માટે લડવાનો નિર્ણય લીધો. ત્યારબાદ આ ફિલ્મમાં અનેક સુંદર શોટ્સ દેખાડવામાં આવ્યા છે.હિંસા અને અત્યાચાર સામે જે રીતે મણિકર્ણિકા એ ભારતની ભૂમિ માટે લડત લડી છે તેનું સારું એવું વર્ણન કરવામાં આવ્યૂ છે.

આ ફિલ્મમાં કંગના રનૌત ઝાંસીની રાણીનું પાત્ર નિભાવે છે કંગના, આ ટીઝરમાં એક યોદ્ધા રાણી તરીકે નજર આવે છે, દુશ્મનો દ્વારા કરાયેલ હિંસા અને અત્યાચાર સામે પોતાની બહાદુરી દેખાડે છે તેની આ હિંમત અને બહાદુરી અમિતાભ બચ્ચન ખૂબ જ સુંદર રીતે આ ફિલ્મમાં વર્ણવે છે. બૉલીવુડના મેગાસ્ટારના વૉઇસઓવર સાથે ટીઝર રિલીઝ થયું છે.

કંગનાએ આ પાત્ર નિભાવતા કહ્યું છે કે “મને આ ફિલ્મ કરવાનો ગર્વ છે, આ એક એવું પાત્ર છે જે મને શક્તિ આપે છે અને પ્રેરણા આપે છે. આ ફિલ્મ માટે અમે ખૂબ જ મહેનત કરી છે. મણીકર્ણિકાએ દરેક ભારતીયને ગર્વ કરાવશે. આ મૂવી ૨૫ જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે રિલીઝ થવાનું છે. આ ફિલ્મમાં અંકિત લોખંડ, જિશુ સેનગુપ્તા, ઝીશાન આયયુબ અને તહેર શબ્બીર પણ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.

Loading...