Abtak Media Google News

કેમ્પેઈન અને ઝી-૨૪ કલાક ન્યુઝ ચેનલનું આયોજન

રાજકોટમાં તહેવારોની ઉજવણીમાં સૌથી વધારે લાંબો તહેવાર જે ગણવામાં આવે છે તે રાસ રસીયાનો ફેવરીટ હોય તો તે છે નવરાત્રી આ ખેલૈયાઓના ફેવરીટ તહેવારને વેલક્મ કરવા કેમ્પેઈન અને ઝી ૨૪ કલાક ન્યુઝ ચેનલનાં ઉપક્રમે આવતીકાલે તા.૭ રવિવારે વિરાણી હાઈસ્કુલ ગ્રાઉન્ડમાં ડાંડીયા પ્રિન્સેસ ઐશ્વર્યા મજબુદાર અને ટીમ દ્વારા ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. આ વેલકમ નવરાત્રી ૨૦૧૮ના ગરબા મહોત્સવમાં ઐશ્વર્યા મજબુદાર પોતાના સુરીલા કંઠે નવરાત્રીને વેલકમ કરાવવા આવી રહી છે. ત્યારે સમગ્ર રાજકોટની જનતાનો જુસ્સો આસમાને છે.

કાલે ઐશ્વર્યા મજબુદાર પોતાના મુંબઈ સ્થિત પાવર પેકડ ઓરકેસ્ટ્રા ટીમના સથવારે મોરે પીયા, જગધુમીયા, મારૂમને મોહી ગયું વિગેરે જેવા લોકપ્રિય ગીતની રમઝટ સાથે ડોલાવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.