Abtak Media Google News

અગાઉ ગરમ કેમિકલની પાઈપલાઈનમાં કાણું પડતા ૫૦ થી ૬૦ ફૂટ ઉંચો ફૂવારો ઉડવા છતાં ‘સબસલામત’નું ગાણું ગાતું તંત્ર

કચ્છના મહાબંદર કંડલા સંકુલમાં આવેલા ખાદ્યતેલ સંગ્રહ કરવાની એક ખાનગી કંપનીના ટાંકામાંથી ઓવરફ્લો થયેલ ખાદ્યતેલ ને કારણે સંકુલમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો

આ બનાવ નો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો અમુક કંપનીની આવી બેદરકારી ના કારણે કંડલા સંકુલમાં વિશાખાપટ્ટનમ   જેવો બનાવ બનવાની સંભાવના જાણકાર લોકોએ વ્યકત કરી હતી કંડલામાં ખાદ્ય અખાદ્ય અનેક જીવલેણ કેમિકલ સંગ્રહ કરવાના સરકારી અને ખાનગી સ્ટોરેજ ટેન્ક આવેલા છે અગાઉ પણ આવા ટાંકાઓ માંથી કેમિકલ લીક થતા આસપાસના લોકોમાં આંખોમાં બળતરા ચામડી ઉપર ચાટા પડવા શ્વાસ લેવામાં તકલીફ વગેરે બનાવો બની ચૂક્યા છે તો ખાનગી ટેન્કરો ફોર્મ સંચાલકો કેમિકલ છોડતા હોય છે તે ઝૂંપડાઓ ની આસપાસ એકત્ર થઇ જતું હોય છે જેના કારણે અનેક વખત પાણીનો રંગ પણ બદલાઈ જતો હોય છે આવી બેદરકારી છતાં સરકારી તંત્રો આંખ આડા કાન કરતા હોય છે થોડા દિવસો અગાઉ ઓઇલ જેટી નંબર ૪ થી જતી એક ખાનગી કંપનીની પાઈપ લાઈન ઉપર કામ ચાલુ હતું આ લાઈનમાં કોઈ ગરમ કેમિકલ પસાર થઈ રહ્યું હતું ત્યારે જેસીબી કે મશીન લાઈનમાં અડી જતાં તેમાં કાણું પડી ગયું હતું અને ગરમ કેમિકલનો ૫૦થી ૬૦ ફૂટ ઊંચો ફૂવારો ઉડ્યો હતો આ વેળાએ કામ કરતા મજુરોના જીવ પડીકે બંધાયા હતા આવા તો અનેક બનાવો કંડલામાં બનતા હોવાનું સૂત્રોએ કહ્યું હતું પરંતુ સરકારી તંત્ર “સબ સલામત હે” હોવાનું જણાવે છે. સોશિયલ મીડિયામાં આવેલા એક વીડિયોમાં એક ખાનગી કંપની એવી ઇમ્પીરીયલ ઇન્ફ્રા લોજિસ્ટિક નો ટાંકો ઓવર ફ્લો હોવાનું જણાય છે જેમાં ખાદતેલ (એડિબલ ઓઇલ) બહાર આવતો હોવાનું અને નીચે તળાવ ભરાતું હોવાનું જણાય છે સૂત્રોએ જણાવ્યું હતું કે આવા ટાંકાઓ ઉપર ઓટોમેટીક ગેઈજ રાખવો જોઈએ જેનાથી એક ટાકામાંથી બીજા ટાંકામાં કે શિપ માંથી આવતું ઓઇલ કે કેમિકલ કેટલું આવ્યો અને ટાંકો કેટલો ભરાયો તેનો અંદાજ આવી શકે પરંતુ આ ખાનગી કંપનીમા આવી વ્યવસ્થા ન હોવાને કારણે ઓવરફ્લો થયો હોવાનું જાણવા મળ્યું હતું બીજી બાજુ જાણકારોએ કહ્યું હતું કે ટાંકામાં સંગ્રહ કરાયેલા આવા પ્રકારના ખાધતેલ બિલકુલ શુદ્ધ અને ખાવાલાયક હોતા નથી કંપનીમાંથી પ્રોસેસ થયા બાદ તે ખાવા લાયક બનતા હોય છે ટાંકામાં રહેલા આવા ઓઇલમાં અનેક વખત સલ્ફર વગેરેનું પ્રમાણ રહેતું હોય છે જે વ્યક્તિને સીધી અસર નથી કરતા પણ જમીનમાં ભળીને તે પાતાળના પાણી ખરાબ કરે છે અથવા દરિયામાં જાય તો દરિયાઈ જીવોને અસર જરૂરથી પહોંચાડતા હોય છે આવા તેલ કુદરતી વાતાવરણ માટે ખરાબ હોવાનું જણાવાયુ હતું આ આ અંગે ડીપીટી ના ફાયર વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે લોકોને નુકસાન કરતા નથી પરંતુ કંપનીને આર્થિક નુકસાન કરી શકાય તેમ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.