કણસાગરા કોલેજ એનએસએસ યોજશે ‘જરા યાદ કરો કુરબાની’ કાર્યક્રમ

રાજ્યના ૧૦ હજાર છાત્રોને રાષ્ટ્રીયતાનો સંદેશ આપવાનો સંકલ્પ

સાત દિવસ ઓનલાઈન કાર્યક્રમો: ૨૬મીએ શહિદ સ્મૃતિ વંદના કાર્યક્રમ

કણસાગરા કોલેજ એનએસએસ વિભાગ દ્વારા રાજ્યના ૧૦ હજાર છાત્રોને રાષ્ટ્રીયતાનો સંદેશ આપવાના સંકલ્પ સાથે જરા યાદ કરો કુરબાની અંતર્ગત સાત દિવસ ઓનલાઈન કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

રાષ્ટ્રીય સેવા યોજના કણસાગરા કોલેજ દ્વારા ૭૧માં ગણતંત્ર પર્વ નિમિતે તા.૨૦ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન સતત ૭ દિવસના વૈવિધ્યસભર દેશભક્તિથી ભરપુર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કોલેજના પ્રિ.ડો.આર. આર. કાલરીયાએ એનએસએસ પ્રોગ્રામ ઓફીસર અને કો-ઓર્ડીનેટર ડો.યશવંત ગોસ્વામીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સ્વવિકાસ અને સમાજ તથા રાષ્ટ્રના નિર્માણ માટે પ્રતિબધ્ધ બને, વિદ્યાર્થીઓને ફિલ્મી હિરોની સાથે દેશના અસલી હિરોને પણ ઓળખે એવા શુભ આશયથી વિવિધ સ્પર્ધા અને કાર્યક્રમો યોજયા છે.

દશ હજાર લોકોને જોડવાના સંકલ્પ સાથે આયોજીત આ કાર્યક્રમના પ્રારંભે તા.૨૦ના રોજ યુટયુબ ચેનલ પરથી જય વસાવડા, ભદ્રાયુ વછરાજાની, કેપ્ટન જયદેવ જોશી અને કૌશિક મહેતા, ગુજરાતના યુવાનોને આગવી શૈલીમાં દેશભક્તિનું રસપાન કરાવશે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સૌ.યુનિ.ના કુલપતિ ડો.નીતિન પેથાણી, ઉપકુલપતિ ડો.વિજય દેસાણી એનએસએસના આસિ. પ્રોગ્રામ સલાહકાર એનએસએસના ડિરેકટર ડો.કમલકુમાર કર સ્ટેટ એનએસએસ સેલના અધિકારી નારાયણ સાધુ સાથે આશિર્વચન સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી આપશે. તા.૨૧ થી ૨૫ જાન્યુ. દરમિયાન દેશભક્તિ ગીત, દેશભક્તિ ડાન્સ, વકતૃત્વ સ્પર્ધા, સ્લોગન રાઈટીંગ અને નિબંધ લેખન-સ્ટેટ લેવલની સ્પર્ધાનું આયોજન કરાયું છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકે ૨૦ જાન્યુ. સુધીમાં ઓનલાઈન ગુગલ લીંક દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ધો.૧૧-૧૨ કોલેજ, પીજી, મેડિકલ, એન્જી. અને કોઈપણ ફેકલ્ટીના છાત્રો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

સ્પર્ધામાં ભાગ લેનાર તમામને ઈ-સર્ટિફિકેટ તથા વિજેતાને શિલ્ડ અને સર્ટિફિકેટથી સન્માનીત કરાશે. સૌથી વધુ રજી. કરાવનાર પ્રથમ ત્રણ સંસ્થાને પણ શિલ્ડ દ્વારા સન્માનીત કરાશે. આ ઉપરાંત તમામ વિજેતાઓને ‚ા.૫૦૦ના ગીફટ વાઉચર પણ અપાશે. દેશની સીમા પર શહિદ થતા સૈનિકો પ્રત્યે આદર ભાવ રાખે એ આશયથી ૨૬ જાન્યુ.ના રોજ સાંજે ૪ થી ૬ ‘શહિદ સ્મૃતિ વંદના’ કાર્યક્રમ યુ-ટયુબ ચેનલ પર લાઈવ પ્રસારીત થશે. જેમાં નેશનલ અને ઈન્ટરનેશનલ આર્ટીસ્ટ એકથી એક ચડીયાતા  દેશભક્તિ ગીતોની સફર કરાવશે. આર્ટીસ્ટ લલીતાબેન ઘોડાદ્રા, જયદેવ ગોસાઈ પ્રિત ગોસ્વામી, નિલેશ પંડ્યા, ઘનશ્યામ ઝીબા, અનવર હાજી, કૃણાલ ગોસ્વામી, રાજીવ શ્રીમાળી, દુષ્યંત આશર અને મયુર બુદ્ધદેવ દર્શકોને ડોલાવશે.  વિવિધ સ્પર્ધા અને કાર્યક્રમોમાં શહેરની ૪૫૦થી વધુ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોના વિદ્યાર્થીઓને જોડવા માટે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોના પ્રમુખ ડી.વી.મહેતા, મહાનગર પાલિકાની શાળાઓને જોડવા માટે નરનેદ્રસિંહ ઠાકુર, મેડિકલ કોલેજના એન્જી. ફેકલ્ટીના તથા વિવિધ સરકારી અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને જોડવા માટે પ્રિ.ડો.આર. આર.કાલરીયા, ગુજરાતના તમામ એનએસએસ યુનિટોને જોડવા માટે પ્રિ.ડો.ડોબરીયા વિવિધ યુનિ. અને ભવનોને જોડતા માટે ડો.પ્રવિણ દૂલેરા (ગુજરાત વિદ્યાપીઠ-એવાદ) ગાંધીનગરના ડો.ઉમેશ તરપદા, ગાંધીનગર વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો.યશવંત ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પ્રો.નિધિ ગાંધી અને એનએસએસ કણસાગરાના ૨૦થી વધુ સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહ્યાં છે.

Loading...