Abtak Media Google News

વિધાનસભાની ચારેય બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય અને ગુજરાતને વિજયભાઈ રૂપાણી મળ્યાનો આનંદ, વાદ નહી સવાંદથી કાર્યકર્તાઓના પ્રશ્ર્નોને વાચા આપવાનું સફળ નેતૃત્વ એટલે કમલેશ મિરાણી

બાજપના બંધારણ મુજબ સંગઠન સંરચના પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. અને આસંગઠન પર્વ અંતર્ગત કાર્યકર્તાઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવતી હોય છે. બુથથી લઈ રાષ્ટ્રીય કક્ષા સુધીની જવાબદારી પાર્ટીનો કાર્યકર્તા હંમેશાનિષ્ઠા મુજબ બજાવતો હોય છે.ત્યારે વિશ્ર્વમાં સૌથી મોટી રાજકીય પાર્ટી બની ભાજપા આજે વટવૃક્ષ બન્યો છે. ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ આજરોજ રાજકોટ શહેર ભાજપના સુકાની કમલેશ મિરાણીએ શહેર ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી સંગઠનની યાત્રાને આગળ ધપાવી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સહિતના ભાજપ અગ્રણીઓ તરફથી અવિરત અભિનંદન વર્ષા થઈ રહી છે. આ તકે કમલેશ મિરાણીએ જણાવ્યુંં હતુકે તાજેતરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટની ચારેય બેઠકો પર કાર્યકર્તાઓના અથાક પરિશ્રમને કારણે જવલંત વિજય મેળવી ભાજપનો ભગવો લહેરાયો અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત બીજી વાર રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણી આરૂઢ થયા તેનો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અને આ વિજયમાં શહેરના તમામ બુથથી લઈ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ હંમેશા સાથ અને સહકાર આપ્યો છે.

અને પાર્ટી પ્રમુખ તરીકે જવાબદારી સંભાળ્યા બાદ રાષ્ટ્રીય કે પ્રદેશ કક્ષાએથી આવેલ કાર્યક્રમોને સુપેરે પાર પાડવામા રાજકોટ સંગઠનનો પ્રત્યેક કાર્યકર્તા તન મન અને ધનથી સાથે રહ્યો છે. ત્યારે શહેર ભાજપ દ્વારા વિકાસ પર્વ સંમેલન, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રોડ શો, ભારત માતા ગૌરવ કૂચ, તીરંગા યાત્રા, નર્મદા અવતરણ, સૌની યોજના તેમજ પહેલા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને ગુજરાતને કેબીનેટ મંત્રી તરીકે અને ત્યારબાદ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં યોજાયેલા વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટની ચારેય બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. અને ફરી વખત ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી આરૂઢ થયા છે.ત્યારે રાજકોટના ઈતિહાસની યાદગાર ક્ષણોના સાક્ષી બન્યાનું ગૌરવ અનુભવતા કમલેશ મિરાણીએ પોતાના કાર્યકાળમાં બે વર્ષમાં ૩૦૦થી વધુ કાર્યક્રમો જેમાં તાલાલા વિધાનસભા, પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, વિકાસ પર્વ સંમેલન, વિકાસ ગૌરવ યાત્રા, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મ શતાબ્દી વર્ષ અંતર્ગત વિસ્તારક યોજના, કાર્યશાળા શહીદ દિન અંતર્ગત શહીદ કૂચ, તમામ વોર્ડમાં વિજય વિશ્ર્વાસ સંમેલન, ઉતર ગુજરાતના પૂરપીડીતો માટે મુખ્યમંત્રી રાહતફંડમાં રૂ.૬૧ લાખની સહાય, સ્વાઈન ફલુથી રક્ષણ મેળવવા માટે ફ્રી કેમ્પ જેવા કાર્યક્રમો આપી સંગઠનને વધુ મજબુત બનાવ્યું છે. તેમજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં યુવા વયેથી યુવા ભાજપમાં વિવિધ જવાબદારીઓ સંભાળ્યા બાદ શહેર ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી સતત કાર્યરત રહી પાર્ટીના સંગઠનનો વ્યાપ વધારવા માટે પ્રયત્નશીલ રહ્યા છે. ત્યારે પ્રદેશ ભાજપે કમલેશ મિરાણીને શહેર ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે. ત્યારે પ્રમુખપદને એક સેવાનું માધ્યમ ગણી સતત કાર્યકર્તાઓની વચ્ચે રહી વાદ નહી સંવાદથી કાર્યકર્તાઓનાં પ્રશ્ર્નોને વાચા આપવાનું સફળ નેતૃત્વ કરનાર કમલેશ મિરાણી આજે ત્રીજા વર્ષમાંપ્રમુખ તરીકે મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓનો જાહેર આભાર વ્યકત કર્યો છે. અને કમલેશભાઈ મિરાણીને તેમના મો.નં. ૯૭૧૪૭૦૭૧૧૩ ઉપર શુભેચ્છાની વર્ષા થઈ રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.