Abtak Media Google News

માત્ર ૧૫ જ દિવસમાં કોરોનાને મ્હાત આપી

ઉંમરને માત્ર એક નંબર માનનારા ૭૩ વર્ષીય

કોરોના વાયરસથી સૌથી વધુ ખતરો સિનિયર સિટીજનોને છે પરંતુ કમલાક્ષા રાવએ આ વાતને ખોટી સાબિત કરી છે. ૭૩ વર્ષની ઉંમરે પણ તેઓ કોરોનાને મ્હાત આપી છે.

કોરોનાને હરાવવાનો દમ રાખનાર આ વડિલે માત્ર કોરોનાને મ્હાત આપવાનો જ દાખલો નથી બેસાડયો પરંતુ એક મિસાલ કાયમ કરી છે. થોડા સમય પહેલા તેઓને કોરોના થઈ ગયો હતો. સંપૂર્ણ સાવચેતી અને તકેદારી સાથે કમલાક્ષા રાવે કોરોનાને મ્હાત આપી હતી અને ત્યારબાદ તેઓએ ૪૨ કિમીની મેરેથોન દોડમાં પણ ભાગ લીધો હતો અને દુનિયાને દેખાડી દીધું હતું કે, ઉંમર તો માત્ર એક નંબર છે ખરું સાહસ તો અંતર મનમાં છુપાયેલુ છે.

કમલાક્ષા રાવે સાત કલાકમાં જ મેરેથોનનું લક્ષ્ય પાર કર્યું

૭૩ વર્ષીય ઉત્સાહી કમલાક્ષા રાવએ તાજેતરમાં મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. આ મેરેથોનનું લંડનમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં રાવે ૪૨ કિલોમીટરનું મેરેથોન દોડનું અંતર સાત કલાકમાં પુરુ કરીને કોરોના સામે જંગ લડનાર દરેક લોકોમાં એક નવું જોમ પુર્યું હતું. આ અગાઉ જુલાઈ માસમાં યોજવામાં આવેલ મેરેથોન દોડમાં પણ તેઓ ૧૦ કિમી દોડયા હતા. આ મેરેથોન બાદ તેઓનું હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું અને તેમને કોરોનાગ્રસ્ત જાહેર કરાયા હતા ત્યારબાદ તેઓએ સ્વયંને હોમ આઈસોલેટ કર્યા અને પોતાની રિકવરી ઝડપથી થાય તેના પર ફોકસ કર્યું હતું. ૧૫ જ દિવસમાં કોરોનાને મ્હાત આપીને નેગેટીવ આવ્યા હતા ત્યારબાદ રાવે પોતાના કાર્ડિયોલોજિસ્ટ સાથે પરામર્શ કર્યું હતું અને મેરેથોનમાં દોડવાની ઈચ્છા વ્યકત કરી હતી. કમલાક્ષારાવ અનેક વખત મેરેથોનમાં અને અલ્ટ્રા મેરેથોનમાં ભાગ લઈ ચુકયા છે.

અસહ્ય દાંતના દુ:ખાવામાં અજમાવો આ ઉપાય

દાંત દુ:ખવાના અનેક કારણો છે જેમ કે દાંતમાં સડો, દાંતમાં ઈજા, પેઢામાં સોજો વગેરે વગેરે… જ્યારે દાંતમાં અચાનક અસહ્ય દુ:ખાવો થવા લાગે ત્યારે અમુક ઘરગથ્થુ ઉપચાર કરવાથી રાહત મળે છે.

જેમ કે જે દાંતમાં દુ:ખાવો હોય તે દાંત પર લવિંગનું તેલ ‚ વડે લગાવો, આખા દિવસમાં ૩ કે ૪ વખત લગાવી શકાય, આદુની પેસ્ટ દુ:ખતા દાંત પર લગાવી પછી કોગળા કરો. હિંગ, લસણ કે ડુંગળીની પેસ્ટ બનાવી દુ:ખતા દાંત પર લગાવવાથી અસરકારક સાબિત થાય છે. મીઠાના કોગળા કરી શકાય છે, ‚ને પાણીમાં પલાળી તેના પર બેકિંગ સોડા લગાડી દુ:ખતા દાંત પર મુકવાથી આરામ મળે છે.

જ્યારે દાંતમાં અચાનક અસહ્ય દુ:ખાવો થવા લાગે ત્યારે અમુક ઘરગથ્થુ ઉપચાર કરવાથી રાહત મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.