‘કમલ’ સરકાર લોકોને અભડાવશે!!! મધ્યાહન ભોજનમાં ઇંડા પીરસવાની દરખાસ્ત મુકાઇ!!!

484

મધ્યપ્રદેશ સરકારની આ દરખાસ્તને ભાજપે ધાર્મિક માન્યતાઓ સો છેડછાડ સમાન ગણાવી વિરોધ કર્યો

હિન્દુ ધર્મમાં શાકાહારીને ઉત્તમ ગણાવવામાં આવ્યો છે. જેી હિન્દુઓની બહુમતિ ધરાવતા આપણા દેશ ભારતમાં મહત્તમ લોકો શાકાહારી છે. જેી શાકાહાર મુદ્દે કોઈપણ પ્રકારનો નિર્ણય રાજકીય અને ધાર્મિક વિવાદ છેડતો હોય છે. આવો જ વિવાદ મધ્યપ્રદેશની કમલના સરકારે લીધેલા એક નિર્ણયી યો છે. કમલના સરકારે કુપોષણી પીડાતા આંગણવાડીના બાળકોને મધ્યાહન ભોજનમાં ઈંડા આપવાની દરખાસ્ત મુકી છે જે દરખાસ્તી વિપક્ષ ભાજપને કમલ સરકારને ઘેરવાનું વધુ એક હયિાર હામાં આવી ગયું છે. ભાજપે નાના બાળકોને ઈંડા આપવાની બાબતને ધાર્મિક રીતે અભડાવવા સમાન ગણાવી હતી. મધ્યપ્રદેશના મહિલા અને બાળ વિકાસ પ્રધાન ઇમરતી દેવીના આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના આહારમાં ઇંડા સહિતના વિચાર સાથે વિવાદ .ભો થયો છે. ભાજપના નેતાઓએ આ દરખાસ્ત સામે વિરોધ ઉઠાવતા કહ્યું હતું કે તેઓ તેનો વિરોધ કરશે. અહેવાલો અનુસાર, મહિલા અને બાળ વિકાસ પ્રધાને જણાવ્યું હતું કે ઇંડામાં વધુ પોષક મૂલ્ય હોવાને કારણે, તેને આંગણવાડી કેન્દ્રોના આહાર કોષ્ટકમાં શામેલ કરવાની દરખાસ્ત વિચારણા હેઠળ છે.

મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મુખ્ય સચિવ અનુપમ રાજને કહ્યું કે આ મામલે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. દરખાસ્ત વિચારણા હેઠળ છે. અન્ય ઘણા રાજ્યોમાં આંગણવાડીઓમાં બાળકોને ઇંડા પીરસાય છે. આ સાથે જ ભાજપના નેતાઓએ આ દરખાસ્ત સામે વાંધો ઉઠાવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે, આ રીતે લોકોના ધર્મ અને આસ્થા સાથે રમવા ન જોઈએ.

વર્ગીયે કહ્યું હતું કે, તેનો વિરોધ કરીશું. બીજેપીના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ રામેશ્વર શર્માએ કહ્યું કે તે લોકોની ભાવનાઓની વિરુદ્ધ છે કારણ કે શાકાહારી પોષક આહાર પણ આંગણવાડીમાં બાળકોને આપી શકાય છે. તેમણે કહ્યું, ઘણા બાળકો અને તેમની માતા ઇંડાને પણ સ્પર્શતા નથી, જેઓ શાકાહારી છે તેમને શાકાહારી રહેવા દેવા જોઈએ, કોંગ્રેસ સરકારે તેમને માંસાહારી ન બનાવવું જોઈએ.

શર્માએ વધુમાં જણાવ્યું હતું કે આનાથી બાળકો આંગણવાડીએ આવતા બંધ શે. ઘણા પ્રયત્નો છતાં મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન ઈમરતી દેવીનો આ વિવાદ અંગે જવાબ આપવા માટે સંપર્ક થઈ શક્યો નહીં. આ પહેલીવાર નથી જ્યારે રાજ્ય સરકારના કક્ષાએ આંગણવાડીમાં ઇંડા આપવાની દરખાસ્ત પર વિચારણા કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૫ ની શરૂઆતમાં, ભાજપ સરકારના તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં ઇંડાને ખોરાકનો ભાગ બનાવવાની દરખાસ્તને નકારી હતી.

Loading...