Abtak Media Google News

લોટની સામગ્રી મિક્સ કરી રોટલી જેવો નરમ લોટ બાંધી એને ૫-૭ મિનિટ માટે કુણવી લેવો.

સામગ્રી

  • સવા કપ મેંદો
  • અડધો કપ પાણી
  • બે ટેબલસ્પૂન ઑલિવ ઑઇલ
  • ૧ ટીસ્પૂન મીઠું
  • ૧ ટીસ્પૂન યીસ્ટ (ફ્રેશ ઓર ડ્રાય)
  • ફિલિંગ : શાકભાજી સ્ટફિંગ
  • બે ટેબલસ્પૂન ઑલિવ ઑઇલ
  • ૧ મીડિયમ કાંદો
  • ૧ કળી લસણ
  • અડધો ટીસ્પૂન મરી પાઉડર
  • સવા કપ બ્રોકલી (કોઈ પણ વેજિટેબલ) રેડ, યલો, કેપ્સિકમ
  • અડધો કપ પાલકનાં પાંદડાં
  • અડધો કપ રીકોટા ચીઝ અવા ચેડર
  • ૧/૪ કપ પીત્ઝા સોસ
  • અડધો કપ મોઝરેલા ચીઝ
  • બે ટેબલસ્પૂન પાર્મેશન ચીઝ
  • ૧/૪ કપ ઑલિવ બ્લેક અવા ગ્રીન

બનાવવાની રીત

  1. લોટની સામગ્રી મિક્સ કરી રોટલી જેવો નરમ લોટ બાંધી એને ૫-૭
  2. મિનિટ માટે કુણવી લેવો. (૧૫ મિનિટ સાઇડમાં રાખવું.)
  3. એક પેનમાં તેલ ગરમ કરી એમાં કાંદાને ગુલાબી સાંતળવા પછી એમાં લસણ અને મરી પાઉડર ઉમેરી ૧મિનિટ સાંતળવું.
  4. એમાં બ્રોકલીનાં ફૂલ ઉમેરી એને ઢાંકીને ચડવા દેવા. એમાં પાલકનાં (નાનાં પાંદડાં) ઉમેરી પાછું કુક કરવું,ઠંડું કરવું.
  5.  એક બાઉલમાં કાઢી લેવું. એમાં ચીઝ-ઑલિવને મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરવું.
  6.  લોટમાંી લૂઓ લઈ એને રોટલાની સાઇઝના વણી એના પર પીત્ઝા સોસ લગાડવું (કેચપ ચાલશે).
  7. રોટલા પર (બ્રેડના લોટને) એક સાઇડ ઉપરનું સ્ટફિંગ પારી એને અડધું વાળી લેવું અને કાંટા (જ્બ્ય્ધ્)ની મદદી કિનારીને દાબીને ડિઝાઇન કરવી.
  8. આ કલ્ઝોનેસને બેકિંગ ટ્રેમાં ગોઠવી પ્રુવ કરવા ૩૦ મિનિટ માટે કપડું ઢાંકીને ગરમ જગ્યાએ રાખવું.
  9. ફૂલીને ડબલ સાઇઝ થાય ત્યારે એને ૧૮૦ સેન્ટિગ્રેડ પર ૨૫-૨૭ મિનિટ માટે બેક કરી લેવું, ગરમ સર્વ કરવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.