Abtak Media Google News

સરકાર દ્વારા  ભવિષ્યમાં ઇલેકટ્રીક સૌર ઉર્જાથી વાહનો ચાલે તેવો પ્રયત્નો અને બીજી તરફ પ્રદુષણયુકત કેમીકલનું વેંચાણ બેરોકટોક??

કાલાવડ તાલુકાના પેટ્રોલ પંપ કીલરોની એક મીટીંગનું આયોજન થયું હતું. આ બધા ડીલરો ભેગા મળીને પેટ્રોલીયમ પેદાશોના અલગ અલગ રીતે થતા ખોટા વેચાણના વિરોધમાં એક જુટ થઇ જંગ લડવાની તૈયારી સાથે સરકારએ આ.એસ. એલ (લાઇસન્સ) પ્રક્રિયા, પેટ્રોલીયમ પેદાશો માટે નાબુદ કરી નાખી જેના ફળ સ્વરૂપ એલ.ડી.ઓ. બાયોડીઝલના નામે કેમીકલ યુકત પેટ્રોલીયમ પેદાશોનું વેચાણ ગલીએ ગલીએ વધવા માંડયું છે. એક તરફ કેન્દ્ર સરકાર બી.એસ. ૬ ના ધારાધોરણ મુજબ પેટ્રોલ-ડીઝલ તેમજ વાહનો અપગ્રેડ કરે છે. જેથી પ્રદુષણ ફેલાવે છે તેને રોકવા મુશ્કેલ બન્યા છે. સરકાર ભવિષ્યમાં પેટ્રોલથી તેમજ ઇલેકટ્રીક સૌર ઉર્જાથી વાહનો ચાલે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. અને બીજી તરફ પ્રદુષણયુકત કેમીકલનું વેચાણ બ રોકટોક ચાલી રહ્યું છે. જેના લીધે પેટ્રોલ પંપ માલીકોને આવા સસ્તા અને પ્રદુષણ ફેલાતા કેમીકલયુકત વેચાણના કારણે આર્થિક નુકશાની સહન કરવાની નોબત આવી પડી છે. અને સરકારને પણ વેટ (ટેકસ) ની નુકશાની થઇ શકે છે જેથી આવા ક્ધર્ઝયુમર પંપ રીટેઇલ વેચાણ કરી શકે નહી અને આવા પંપને બંધ કરવા જોઇએ અને આવા નવા પંપ  ન ખુલે તેની તકેદારી પણ રાખવી જોઇએ. વધુમાં આવેદન પત્રમાં એ પણ જણાવેલ છે કે સરકારશ્રીને લેખીત રજુઆત કરી અને આ પ્રશ્ર્નોનો અંત આવે તેવી આશા રાખીએ છીએ. જો એવું ન થાય તો અલગ અલગ જીલ્લાઓ તેમ જ તાલુકાઓને સાથે રાખી ગાંધી ચીઘ્યા માર્ગ જવાની ફરજ પડશે. નહીંતર આખરી નામદાર કોર્ટના શરણે જવાનું નકકી કર્યુ છે. તો આ અંગે ઘટતું કરવા અરજ સાથે ચીમકી પણ ઉચચારેલ છે. આવેદન પત્ર આપતી વેળાએ કાલાવડ તાલુકા પેટ્રોલ પંપ એસોસીએશનના પ્રમુખ કે.ડી. પટેલ, ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, સહીત તાલુકાભરના પેટ્રોલ પંપના માલીકો ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.