Abtak Media Google News

ઉતરપ્રદેશના હાથરસની પિડિતાના સમર્થનમાં ‘આપ’ દ્વારા કાલાવડ મામતદારને આવેદન પત્ર પાઠવાયુ હતુ. કાલાવડ શહેર મહિલા પ્રમુખ દયા મકવાણા, ઉપપ્રમુખ સુનીતાબેન ભંડેરી, મંત્રી મીનાષીબા જાડેજા, લક્ષ્મીબેન રાઠોડ, આશાબેન સિંગલ, ગીતાબેન પરમાર, કંચનબેન પરમાર, રતનબેન વાઘેલા, સુમિતાબેન પરમાર, કંકુબેન પરમાર, કેશરબેન વાઘેલા, રાજીબેન ભીમાભાઇ, લલીતાબેન ભવાનભાઇ, તેમજ તાલુકા પ્રમુખ દેવરાજ વૈષ્ણવ, યુવા પ્રમુખ જીતેન્દ્રભાઇ નશીત, મંત્રી રાજય વધેરા, કલ્પેશભાઇ વારસાણી, રમણીકભાઇ રાઠોડ, પંકજ ભંડેરી, જેન્તીભાઇ કપુરિયા,અલીભાઇ સદીસકોટ,  રફીકભાઇ દિવાન, સ્વરાજ નાથવાણી, વિનોદભાઇ ગોસ્વામી, ભાવેશભાઇ લુણાગારીયા, પ્રકાશભાઇ, જયેશભાઇ સોલંકી, પ્રતાપસિંહ જાડેજાની આગેવાનીમાં શહેર પ્રભારી વિનોદ ગોસ્વામી, શહેર પ્રમુખ પ્રતિક સંઘવી, તાલુકા પ્રમુખ દેવરાજ વૈષ્ણવ, મંત્રી સંજય વઘેરા, યુવા પ્રમુખ જીતેન્દ્ર નશીત વગેરે હાજર રહ્યા હતા.

આમ આદમી પાર્ટી ગુજરાતભરમાં ઉતરપ્રદેશના હાથરસની પીડિતનાં સમર્થનમાં મૌન કરી શ્રદ્ધાંજલી આપી તેમજ મામલતદારને આવેદન પત્ર આપી ન્યાયની માંગણી કરેલ છે.

ઉપરપ્રદેશના હાથરસના ધૃણાસ્પદ બનાવ વિશે લખવાની શાહી હજી સુકાઇ નથી ત્યાંઉપરપ્રદેશના જ બીજા ૨ બળાત્કારના કિસ્સાઓએ અને ગુજરાતના સાબરકાંઠા જિલ્લા ૨ બળાત્કારના કિસ્સાઓએ ચિંતા ઉપજાવનારી અરેરાટી પેદા કરી છે.

બેટી પઢાવો, બેટી બચાવોના નારા ની આ હાર નથી પરંતુ સમગ્ર સંસ્કૃતિની આ હાર છે. ત્યારે દેશના શાસક સરકારોએ આ દિશામાં ગંભીરતાથી પગલાં લેવાની તાતી જરૂર ઉભી થઇ છે.

આમ આદમી પાર્ટી મહિલા સુરક્ષાના મુદ્દાને લઇને ગુજરાતભરમાં મૌનનું આયોજન કરવા જઇ રહી છે. તમામ જિલ્લાઓમાં વોર્ડ સ્તરે આ કાર્યક્રમ યોજાશે. તેમ ‘આપ’ની યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.