Abtak Media Google News

ન્યુનતમ ભાવે બાળકોના ઓપરેશન કરાશે: ગેમઝોન, વાઈફાઈ, એકવેરિયમ જેવી સુવિધાઓ અપાશે: ડો.તત્સ જોશી અબતકની મુલાકાતે

વિદ્યાનગર મેઈન રોડ પર ડો. તત્સકુમાર જોષીની આરવ પિડિયાટ્રીક સર્જીકલ હોસ્પિટલનો આવતીકાલે શુભારંભ થનાર છે. અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારોહ યોજાનાર છે. જેની વિસ્તૃત વિગત આપવા ડો.તત્સકુમાર જોષી, જૈવીક પાઠક અને વિપૂલ પરમારે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

વિદ્યાનગર મેઈન રોડ પર માઈલસ્ટોન સામે આરવ પિડિયાટ્રીક સર્જિકલ હોસ્પિટલના નવનિર્મિત બિલ્ડીંગનો ઉદઘાટન સમારોહ આવતીકાલે યોજાશે.

ડો.તત્સ જોશી સંચાલીત આરવ હોસ્પિટલનું નવનિર્મિત બિલ્ડીંગ જનરલ વોર્ડ, સ્પેશીયલ રૂમ,ડિલક્ષ રૂમ, અધતન ઓપરેશન થિયેટર ઈન હાઉસ ફાર્મસી, ગેમ ઝોન, વાઈ-ફાઈ પ્રોજેકટ એકવેરિયમ અને સીસીટીવીથી સજજ છે.

આ ઉદઘાટન પ્રસંગે ઉદઘાટક કશ્યપભાઈ શુકલ ઉપરાંત કોર્પોરેટર જયમીન ઠાકર, નીતીનભાઈ ભારદ્વાજ, તદઉપરાંત દર્શિત જાની, નીરેન જાની, તેમજ રાજકોટના અગ્રણી તબીબો ડો.મેંહુલ મિત્રા, ડો. યજ્ઞેશ પોપટ, ડો. જયવિરડીયા, ડો.ધર્મેન્દ્ર ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે.

આ નવનિર્મિત બિલ્ડીંગનાં ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ અંજલીબેન રૂપાણીએ ખાસ શુભેચ્છા પાઠવી છે.

આરવ પિડિયાટ્રીક હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે સવારે ૯ વાગ્યે માઈલસ્ટોન હોસ્પિટલની સામે વિદ્યાનગર મેઈનરોડ, ખાતે ઉપસ્થિત રહેવા ડો. તત્સ જોશી તેમજ પરિવારે નિમંત્રણ પાઠવ્યું છે.

ડો. તત્સકુમાર જોષીનાં જણાવ્યા મુજબ આરવ પિડિયાટ્રીક હોસ્પિટલમાં જરૂરીયાતમંદોને તદન રાહતદરે સારવાર કરી આપવામાં આવે છે. લોકસેવાના ઉદેશથી આ હોસ્પિટલ ચાલી રહી છે. વધુમાં આ હોસ્પિટલમાં બાળકને ગેમઝોનમાં હોય તેવો અનુભવ થશે હોસ્પિટલ બાળકોનાં ઓપરેશન માટે અધતન સુવિધા ધરાવે છે. ઉપરાંત હોસ્પિટલમાં બાળકોને મનોરંજન મળી રહે તે માટે ફન એકટીવીટી પણ કરાવવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.