Abtak Media Google News

કૈલાસ માનસરોવરની યાત્રા કરવી એ દરેક ભારતીયોનું સ્વપ્ન હોય છે ત્યારે માનસરોવરની યાત્રા વધારેમાં વધારે લોકો કરી શકે તે માટે ૨ વર્ષ પહેલા નરેન્દ્રભાઈનાં પ્રયાસોથી નાથુલા રૂટ ખોલ્યો હતો પરંતુ પરંપરાગત રીતે ઉતરાખંડના માર્ગે લીપુલેખ પાસ થઈને યાત્રા થાય છે. આ માર્ગ મોટરબેલ ન હોવાથી ૧૦૦ કિ.મી. યાત્રા ચાલતા કરવી પડે છે અને ૨૫ દિવસ જેટલો સમય લાગે છે. જેથી સીમિત લોકો જ આ માર્ગેથી યાત્રા કરી શકે છે.

આ યાત્રાને સરળ બનાવવાના ઉદેશથી ઉતરાખંડમાં આવેલા પીથોરાગઢ-ધારચુલાથી લિપુલેખ બોર્ડર સુધીના ૨૦૦ કિમીના રોડનું નિર્માણ રૂ.૧૬૦૦ કરોડના ખર્ચે ખુબ જ તેજ ગતિથી ચાલી રહ્યું છે.

આ કામનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી મનસુખભાઈ માંડવિયાએ રીવ્યુ મીટીંગ યોજી હતી. આગામી ૨૦૨૦ સુધીમાં આ રોડનું કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

આ રોડ નિર્માણ કાર્ય પૂર્ણ થવાથી ઉતરાખંડથી મોટરમાર્ગે લિપુલેખ પાસ થઈને માત્ર ૧૦ દિવસમાં કૈલાસ માનસરોવર યાત્રા થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.